GSTV

ભારતીય મૂળનાં અમેરિકન શીખે રચ્યો ઈતિહાસ, જાણો તેના વિશે

ભારતીય મૂળનાં અમેરિકન અમૃત સિંહે અમેરિકી રાજ્ય ટેક્સાસની હેરિસ કાઉન્ટીમાં ડેપ્યુટી કોન્સ્ટેબલ બનીને ઈતિહાસ રચ્યો છે. તેઓ અમેરિકામાં પ્રથમ પઘડીધારણ કરનાર કાનૂન પ્રવર્તન અધિકારી છે. સિંહ (21) એ પહેલા અધિકારી હશે જે ડ્યૂટી દરમ્યાન પોતાની ધાર્મિક ચિન્હો પાઘડી, દાઢી અને લાંબા વાળ રાખી શકશે.

મંગળવાર (21 જાન્યુઆરી) નો દિવસ પણ એતિહાસિક રહ્યો હતો કારણ કે નવી નીતિના અમલીકરણથી સિંહને તેમના ધાર્મિક ચિન્હો ધારણ કરાવનો માર્ગ સાફ થઈ ગયો. નવી નીતિ અનુસાર હેરિસ કાઉન્ટીનાં લગભગ તમામ કોન્સ્ટેબલ ઓફિસમાં પ્રવર્તન અધિકારીઓ તેમના ધાર્મિક પ્રતીકોને વર્દી સાથે પહેરી શકે છે. એટલે કે શીખ જ્યારે ફરજ પર હોય ત્યારે તેઓ પાઘડી અને દાઢી ધારણ કરી શકે છે.

સિંહ હંમેશા એક શાંત અધિકારી તરીકે કાર્ય કરવા ઈચ્છતા હતા. તેમણે ઘણા વર્ષો સુધી કાનૂન પ્રવર્તન અન્વેષક કાર્યક્રમમાં અને પાંચ મહીને પોલીસ પ્રશિક્ષણ એકેડમીમાં કાર્ય કર્યું છે. સિંહે જણાવ્યું કે હું હંમેશા ડેપ્ટી અધિકારી બનવા ઈચ્છતો હતો. અને મારો ધર્મ પણ મારા માટે એટલોજ મહત્વનો છે. સિંહનાં શપથ ગ્રહણ સમારોહમાં પ્રીસિંક્ટ (ક્ષેત્ર) 1 કોન્સ્ટેબલ રોજેનને જણાવ્યું કે યહુદી ધર્મ હોવાને કારણે હું જાણું છું કે ધાર્મિક રૂપથી નિશાન બનવા પર શું એહસાસ થાય છે. સાથે સાથે સમજ અને સહિષ્ણુંતાના પાઠ કેટલા મહત્વ પૂર્ણ છે.

READ ALSO

Related posts

ડાયાબિટિસ અને હૃદયરોગ સંબધિત ગંભીર બિમારીઓ ધરાવતાને થયો કોરોના તો આવી શકે છે બ્રેઇન સ્ટ્રોક, ખાસ રાખજો આ સાવધાની

Karan

ગજબ! આ કંપનીના બૉસે કર્મચારીઓને આપી એવી ભેટ, ડ્રાઇવરથી લઇને પીએ સુધી બધા જ બની ગયા કરોડપતિ

Bansari

ટીઆરપીમાં ફરીથી અનુપમા સિરિયલે બાજી મારી, આ શોની થઈ છે નવી ધમાકેદાર એન્ટ્રી

Karan
Do NOT follow this link or you will be banned from the site!