GSTV
Home » News » NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

અમેરિકામાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. આ કાર્યક્રમ ખાસ કરીને પીએમ મોદી માટે આયોજીત કરવામાં આવી રહ્યો છે. હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં આશરે 50 હજારથી વધુ લોકો હાજર રહે તેવી સંભાવના છે. ઇવેન્ટમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને નેતાઓ ભારતીય મૂળના અમેરિકનોને સંબોધિત કરવાના છે. ટ્રમ્પની સાથે આ પ્રોગ્રામમાં અમેરિકાના ઘણા દિગ્ગજ નેતાઓ પણ સામેલ થશે.

હાઉડી મોદી કાર્યક્રમ અમેરિકા અને ભારતના સંબંધોના લેવલે ઘણો જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પની ઉપસ્થિતિનો હેતુ અમેરિકા અને ભારતના સંબંધોને વધુ મજબૂતી પ્રદાન કરવાનો છે.  કાર્યક્રમનો હેતુ દેશના અધિકારીઓની વચ્ચે તણાવપૂર્ણ વેપાર મંત્રણા અને કાશ્મીર મુદ્દાને લઇને સરકારની ટીકાની વચ્ચે વડાપ્રધાન પ્રત્યે અમેરિકાનું સમર્થન દર્શાવવાનો છે.

આ સંસ્થાએ કર્યુ છે કાર્યક્રમનું આયોજન

એનઆરજી સ્ટેડિયમમાં આ કાર્યક્રમ ભારતીય સમય મુજબ રવિવારે સાંજે 7-30 વાગ્યે શરૂ થશે. અને રાત્રીના 10-30 વાગ્યે સમાપન થશે. હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા કરાયું છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ એક નફાના હેતુ વગરની સંસ્થા છે. જેનું કામ ભારત અને અમેરિકાની વચ્ચે સહયોગ વધારવાનો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે 1000થી વધુ વોલિંટિયર્સ કામે લગાડાયા છે. જ્યારે કે  ટેક્સાસ સ્થિત 650 વેલકમ પાર્ટનર ઓર્ગેનાઇઝેશનનો સહયોગ લેવાયો છે.

હાઉડી શબ્દનો મતલબ?

હાઉડી મોદી કાર્યક્રમના હાઉડી શબ્દને લઇને ઘણા લોકોમાં ઉત્કંઠા છે. હાઉડી શબ્દનો મતલબ થાય છે કે તમે કેમ છો. હાઉડી શબ્દ એ હાઉ ડૂ યુ ડૂનું ટુંકુરૂપ છે. આ શબ્દ હવે અમેરિકન સમાજના પ્રચલનમાંથી ધીમે ધીમે બહાર થઇ રહ્યો છે. જો કે અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં આ શબ્દનો પ્રયોગ સામાન્ય બોલચાલની ભાષામાં કરવામાં આવી રહ્યો છે.

એક વર્ષમાં મોદી-ટ્રમ્પ ત્રીજી વખત મળશે

પીએમ મોદી અને ટ્રમ્પની વચ્ચે ચાલુ વર્ષે આ ત્રીજી મુલાકાત થશે. આ પહેલા બંને નેતાઓ જૂનમાં જાપાનમાં યોજાયેલા જી-20 શિખર સંમેલનમાં અને ફ્રાન્સમાં ચાલુ વર્ષે યોજાયેલા જી-7 શિખર સંમેલન દરમિયાન મળી ચુક્યા છે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!