GSTV

લોકડાઉન ઇફેક્ટ: ભારતીય એરલાઇન્સને ટકી રહેવા ટિકિટમાં 40 થી 100 ટકાનો વધારો કરવો પડશે

આંતરરાષ્ટ્રીય

Last Updated on May 2, 2020 by Bansari

જ્યારે ભારતમાં એરલાઇન્સને પોતાની ફલાઇટ શરૃ કરવાની મંજૂરી આપવામાં આવશે તો એરલાઇન્સને ટકી રહેવા માટે પોતાના ભાડામાં ૪૦ થી ૧૦૦ ટકાનો વધારો કરવો પડશે તેમ સેન્ટર ફોર એવિએશને એક નિવેદનમાં જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ફલાઇટના યાત્રીઓને તેમની ટિકિટના નાણાં રિફન્ડ આપવાનો ઓર્ડર આપવામાં આવશે તો એરલાઇન્સને ૩૮૦૦ કરોડ રૃપિયાની જરૃર પડશે.

આટલી થશે ટિકિટની કુલ પડતર કિંમત

સેન્ટર ફોર એવિએશન(ઇન્ડિયા)ના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં કોઇ પણ પ્રતિબંધ વગર દિલ્હી-મુંબઇ રૃટની ટિકિટની કુલ પડતર ૫૦૦૦ રૃપિયા થશે. જો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવશે તો આ રૃટની પડતર વધીને ૭૦૦૦ રૃપિયા થઇ જશે. જો સોશિયલ ડિસ્ટન્સની સાથે સિટ પણ ઘટાડવાનો આદેશ આપવામાં આવશે તો આ રૃટની ટિકિટની પડતર ૯૭૦૦ રૃપિયા થઇ જશે.

આવી જ રીતે દિલ્હી-બેંગાલુરુના રૃટની વાત કરવામાં આવે તો સામાન્ય સંજોગોમાં કોઇ પણ પ્રતિબંધ વગર આ રૃટની ટિકિટની પડતર ૫૭૦૦ રૃપિયા થશે. જો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવશે તો આ રૃટની પડતર વધીને ૮૧૦૦ રૃપિયા થઇ જશે. જો સોશિયલ ડિસ્ટન્સની સાથે સિટ પણ ઘટાડવાનો આદેશ આપવામાં આવશે તો આ રૃટની ટિકિટની પડતર ૧૧૨૦૦ રૃપિયા થઇ જશે.

આવી જ રીતે સામાન્ય સંજોગોમાં કોઇ પણ પ્રતિબંધ વગર દિલ્હી-જમ્મુ રૃટની ટિકિટની પડતર ૩૧૦૦ રૃપિયા થશે.જો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવશે તો આ રૃટની પડતર વધીને ૪૩૦૦ રૃપિયા થઇ જશે. જો સોશિયલ ડિસ્ટન્સની સાથે સિટ પણ ઘટાડવાનો આદેશ આપવામાં આવશે તો આ રૃટની ટિકિટની પડતર ૫૯૦૦ રૃપિયા થઇ જશે.

Read Also

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!