GSTV
Home » News » એરસ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા, આવી રીતે હટાવી લાશો! Viral Videoમાં કરાયો દાવો

એરસ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા, આવી રીતે હટાવી લાશો! Viral Videoમાં કરાયો દાવો

Air Strike

પુલવામા હમલા બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈકના વિપક્ષ પૂરાવાઓ માંગી રહ્યુ છે.ત્યાં સ્થાનિક ઉર્દુ અખબારોના મતે એર સ્ટ્રાઈક બાદ 200 આતંકીઓના મૃતદેહ ખસેડવામાં આવ્યા હતા. અમેરિકામાં રહેતા અને ગિલગિટના એક્ટિવિસ્ટ સેંગે હસનાનાન સેરિંગે એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે, સ્થાનિક ઉર્દુ અખબારોમાં છપાયેલા સમચાર અનુસાર એરસ્ટ્રાઈક બાદ 200 આતંકીઓના મૃતદેહને પાકિસ્તાન સેનાએ બાલાકોટથી ખૈબર પખ્તુનખ્વા પહોંચાડવાનું કામ કર્યુ હતુ.

સેરિંગે એક વીડિયો ટ્વિટર પર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓએ 200થી વધુ આતંકીઓને દફનાવવાની વાત કબુલી છે.તેમણે જે વીડિયો શેર કર્યો છે.તેમાં પાકિસ્તાનના અધિકારીઓ રડતા બાળકોને ચૂપ કરાવતા જોવા મળી રહ્યા છે.જોકે આ વીડિયોની જીએસટીવી પુષ્ટી કરતુ નથી.

વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેનાના જવાન કહી રહ્યાં છે કે અમારા 200થી ઉપર લોકો શહીદ થયા છે. આ સમય પાકિતાનની સરકાર સાથે ઉભા રહેવાનો છે. જવાન કહી રહ્યાં છે કે અમારા નસીબમાં શહાદત નથી લખી પરંતુ જેના નસીબમાં છે આપણે તેની સાથે ઉભા રહેવું જોઇએ. આ દરમિયાન આતંકીઓના અનેક પરિવારજનો, બાળકો રડતાં નજરે પડી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, બાલાકોટમાં આતંકી કેમ્પનો નાશ થવાની વાતનુ પાકિસ્તાન ખંડન કરતુ રહ્યુ છે.બાલાકોટમાં જૈશના મુખ્ય આતંકીઓનો કેમ્પ આવેલો છે.પુલવામા હુમલાના સ્યુસાઈડ બોમ્બરને બાલાકોટ માંથી જ ટ્રેનિંગ મળી હતી.

Read Also

Related posts

આ ડિફોલ્ટર કંપનીને બેંકોએ આપી ભેટ સોગાત, લોન કરી રિસ્ટ્રક્ચર

Mansi Patel

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

Tata motors ભારતમાં બંધ કરી શકે છે આ 4 કારોનું પ્રોડક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!