GSTV

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

પાકિસ્તાનમાં ફરી એક વાર વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન ચર્ચાનો વિષય બન્યા છે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાય પોસ્ટર લાહોરના રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાજ સાદિક પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કેટલાય પોસ્ટરોમાં સાદિકને ગદ્દાર પણ કહેવામા આવ્યા છે. અયાજ સાદિકે પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડી મુકવાની પોલ ખોલતા ઈમરાન સરકારનું માથુ નિચું નમી જાય તેવી પોલ ખોલી નાખી હતી.

ઈમરાનના મંત્રીએ ભારત મોકલવાની કહી વાત

પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે એક જનસભા દરમિયાન કહ્યુ હતું કે, અયાજ સાદિકે ભારત જતુ રહેવુ જોઈએ. તેમણે કહ્યુ હતું કે, પોતાની સેના વિરુદ્ધ જે વાત સંસદમાં કરી તે વાત તેમણે અમૃતસરમાં જઈને કહેવી જોઈએ. સમગ્ર પાકિસ્તાનમાં અયાજ સાદિક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.ઈમરાન સરકારના મંત્રી તેમના વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે.

અભિનંદનને છોડી મુકવા પર ખોલી હતી પોલ


અયાઝ સાદિકે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કહ્યુ હતું કે, ભારતના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાનને તેમને છોડી મુક્યા હતા, શાહ મહમૂદ કુરૈશી પણ તે બેઠકમાં સામેલ હતા, જેમાં ઈમરાન ખાને હાજર રહેવાની ના પાડી દીધી હતી. કુરૈશના પગ થરથર કાંપી રહ્યા હતા. તેમના માથા પર પરસેવો છૂટી ગયો હતો. કુરૈશીએ કહ્યુ હતું કે, આને પાછા મોકલી દો, નહીંતર ભારત રાતે 9 વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!