GSTV
India News Trending

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 12 સુખોઈ વિમાનની ખરીદી કરશે એરફોર્સ

ભારતીય વાયુસેનાની તાકાત હવે વધશે. ચીનના તણાવ વચ્ચે ભારતીય વાયુસેના 12 નવા સુખોઈ વિમાન અને 21 મીગ 29 લડાકુ વિમાન ખરીદવાની તૈયારીઓ લાગી ગઈ છે. આ તમામ વિમાન વાયુસેનાને અપગ્રેડ થઈને મળશે. વાયુસેનાના રક્ષામંત્રાલયે પોતાની દરખાસ્ત મોકલી દીધી છે. આ દરખાસ્ત રક્ષામંત્રાલયને મોકલવામાં આવી છે. રક્ષામંત્રાલય 5000 કરોડના આ પ્રોજેક્ટ ઉપર આવનારા સપ્તાહમાં નિર્ણય લેશે. સુત્રો પ્રમાણે મીગ-29 વિમાનોમાં રૂસ મોડિફિકેશન કરશે અને તેને અત્યાધુનિક બનાવશે.

2016માં 36 રાફેલના કરાર પર કર્યાં હતા હસ્તાક્ષર

હાલના સમય પ્રમાણે વાયુસેનાએ વધારાના ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે. 2016માં 36 રાફેલના કરાર પર હસ્તાક્ષર કર્યાં પછી એરફોર્સમાં કરાર કરાયેલા 33 નવા વિમાનોમાં તે બીજા નંબરનું હશે. વાયુસેનાએ લડાકુ વિમાનોથી સંબંધિત તમામ ઉપકરણો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી ભવિષ્યમાં જે ભાગોને નુકસાન થાય છે, તેનું સમારકામ કરી શકાય. હકીકતમાં, આ પહેલા રશિયાએ ખુદ ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોની તંગીને પહોંચી વળવા માટે નવા લડાકુ વિમાન પ્રદાન કરવાની દરખાસ્ત કરી હતી.

Related posts

ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર

Padma Patel

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth

UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે

Hina Vaja
GSTV