GSTV
Gujarat Government Advertisement

રાફેલ બાદ હવે વધશે મિગ વિમાનોની તાકાત, વાયુસેના કરવા જઈ રહી છે અપગ્રેડ

Last Updated on October 13, 2019 by Mansi Patel

ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી 21 નવા મિગ-29 યુદ્ધ વિમાનોનું સંપાદન કરીને તેને સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો. આ વિમાનમાં એસ્ટ્રા એર ટુ એર મિસાઇળ જેવી નવી ટેકનોલોજી ફિટ કરાશે.  જેથી આ વિમાનની મારક ક્ષમતા વધી જશે.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 21 મિગ-29ના  સંપાદનનો પ્રસ્તાવ વહેલીતકે રક્ષા સંપાદન પરિષદ સમક્ષ રજૂ કરવામાં આવશે. ભારતીય વાયુસેના ઇચ્છે છે કે સંપાદન થનારા મિગ-29 વિમાનોને હાલમાં વાયુસેનામાં સેવામાં રહેલા મિગ-29 વિમાનોથી પણ અપગ્રેડ કરવા જોઇએ.  સૂત્રો મુજબ આ ડીલ બાદ અન્ય સ્વદેશી ઉપકરણો અને હથિયારોથી વિમાનોને સજ્જ કરાશે. જેમાં એસ્ટ્રા એર ટુ એર મિસાઇલ પણ સામેલ છે.

સ્વદેશી હથિયારોને પ્રોત્સાહન આપવાનો અહેવાલ એવા સમયે આવ્યો છે કે જ્યારે ભારતીય વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે વાયુસેના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને પાંચમી પેઢીના એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ જેવા સ્વદેશી પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન કરશે.

એરફોર્સે તે વાતની સમિક્ષા કરી કે શું મિગ-29 વિમાનો એરફ્રેમમાં લાંબા સમય સુધી કામ કરવા માટે સક્ષમ છે.. જે બાદ જ નવા 21 મિગ-29 યુદ્ધ વિમાનોના સંપાદનનો નિર્ણય લેવાયો છે. ભારતીય વાયુસેના પાસે હાલમાં મિગ-29 યુદ્ધ વિમાનોની ત્રણ સ્કવોડ્રન છે જેને વધુ સમય સુધી ઓપરેટ કરવા માટે અપગ્રેડ કરાયા છે. મિગ-29 વિમાનની છાપ વાયુ રક્ષા ભૂમિકામાં એક સારા વિમાન તરીકેની છે. ભારતીય નેવી મિગ-29-કે વર્ઝનનો ઉપયોગ કરે છે. જો કે તેની સારસંભાળ ઘણી અઘરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તબીબો માથે ખતરો: કોરોનાની બીજી લહેરમાં 269 ડોક્ટર્સના ગયા જીવ, સૌથી વધુ આ રાજ્યના તબીબો ભોગ બન્યા

Harshad Patel

હાઈકોર્ટે ઉધડો લીધો: વિદેશી વેક્સિન બનાવતી કંપનીઓની જાણકારી માટે કરી અરજી, કોર્ટે 10,000નો દંડ ફટકારી બોલતી બંધ કરી

Bansari

તાઉ- તે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યુંઃ સુરત વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ક્યાંક ચેકડેમના નાળા તોડવા પડ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!