GSTV
Home » News » સુરક્ષા કારણોસર વિંગ કમાન્ડર ‘અભિનંદન’ની બદલી, હવે પછી શ્રીનગર બહાર ફરજ બજાવશે

સુરક્ષા કારણોસર વિંગ કમાન્ડર ‘અભિનંદન’ની બદલી, હવે પછી શ્રીનગર બહાર ફરજ બજાવશે

iaf praising abhinandan

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય સીમામાં ઘૂસી આવેલા પાક એફ-16 લડાકુ વિમાનને તોડી પાડનારા ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદન વર્ધમાનને ભારત સરકાર વીર ચક્રથી સન્માનિત કરી શકે છે. ભારતીય વાયુસેના માટે અભિનંદનને વીર ચક્ર આપવા માટેની ભલામણ કરાઇ છે. ભારતના સંરક્ષણ દળોને બહાદુરી માટે અપાતો આ ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર છે.

હાલમાં અભિનંદન ચાર સપ્તાહની તબીબી સારવાર માટેની રજા પરથી પાછા ફરીને શ્રીનગરમાં પોતાની 51મી સ્કવોડ્રન સાથે જોડાઈ ગયા હતા. જો કે વાયુસેના શ્રીનગરમાં અભિનંદનની સુરક્ષા લઇને ચિતિંત છે. તેથી અભિનંદનને પશ્ચિમ સેકટરમાં તૈનાત કરવામાં આવી શકે છે.

એરફોર્સે સુરક્ષાનાં કારણોસર વિંગ કમાન઼્ડર અભિનંદનની કાશ્મીર બહાર બદલી કરવામાં આવી છે. શ્રીનગર એરબેઝ પર તેઓ ફરજરત હતાં.પાકિસ્તાન સાથે સીમાવર્તી પશ્ચિમી સેક્ટરનાં મહત્વપુર્ણ એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વિંગ કમાન્ડરને તેની બદલીનો આદેશ આપી દેવાયો છે. તેઓ ખુબ જલ્દી શ્રીનગર એરબેઝથી પોતાનાં નવા ફરજ સ્થળે જશે.

પાકિસ્તાન પર હવાઇ હુમલા બાદ અભિનંદન ભારતીય લડાકુ વિમાન સાથે પાક.માં ઘુસી ગયા હતાં. ત્યારબાદ પાકિસ્તાને તેમને હેમખેમ પરત મોકલ્યા હતા.કાશ્મીર ખીણમાં પાકિસ્તાની આતંકીઓ અને તેમનાં સહાયકોની હાજરીને કારણે અભિનંદનની સુરક્ષા ખતરામાં હતી. તેથી તેમની બદલી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!