GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ભારતીય વાયુસેના અને ISRO વચ્ચે થયા કરાર,જાણો શું છે…

ભારતે વિશ્વ સાથે તાલ મીલાવતુ એક ઉત્તમ ઉદાહરણ પુર પાડ્યુ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજુતી કરી છે. ઇસરો 2022 સુધીમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં લઇ જશે. તેના માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી અને ટ્રેનિંગ ઇસરો અને વાયુસેના મળીને કરશે.

ઇસરો પ્રમુખના સિવનની હાજરીમાં વાયુસેનાનાં એવીએમ આરજીકે કપુર અને ગગનયાન મિશનનાં ડાયરેક્ટર આર.હટ્ટને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.  વડાપ્રધાન મોદીએ ગત્ત વર્ષે કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપુર્ણ નિર્ણયો લેતા ઇસરોનાં મિશન ગગનયાન માટે 10 હજાર કરોડ રૂપિયાને મંજુરી આપી હતી. આ મિશન હેઠળ 3 ભારતીય અંતરિક્ષમાં સાત દિવસ પસાર કરશે. જો ભારત પોતાનાં મિશનમાં સફળ થયું તો એવું કરનારો દેશનો ચોથો દેશ બની જશે.

અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને જ અંતરિક્ષમાં પોતાના માનવયુક્ત યાન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.  2022માં રવાની થશે ગગનયાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે, આ યોજનાને મંજુરી મળ્યા બાદ આગામી 40 મહિનાની અંદર ગગનયાનને લોન્ચ કરી દેવામાં આવશે. આ અગાઉ ઇસરો પ્રમુખ સિવને કહ્યું હતું કે, અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની ટેક્નોલોજી વિકસિત થઇ ચુકી છે.

આ દિશામાં માનવ ક્રૂ મોડ્યુલ અને પર્યાવરણ નિયંત્રણ તથા જીવ બચાવવાની પ્રણાલી જેવી ટેક્નોલોજી પણ વિકસિત કરવામાં આવી ચુકી છે. સિવાને કહ્યું કે, 2022માં ગગનયાનને રવાના કરવાનાં ઇસરો જિંયોસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વેહીકલ માર્ક 3 (GSLV Mark-III) નો ઉપયોગ કરતા બે માનવરહિત મિશન યાનને પણ મોકલશે. 

READ ALSO

Related posts

ફિક્સ્ડ ડિપોઝીટ પર 9 ટકા સુધીનું વ્યાજ મેળવવા ઈચ્છો છો, તો આ બેંકોમાં કરી શકો છો રોકાણ

Mansi Patel

જાણો કોણ છે એ ચીની સંરક્ષણ પ્રધાન જે ભારતની સરહદ પર કરે રાખે છે ઉંબાળિયા, હવે નીચી મૂંડીએ કરવી પડી પીછેહટ

Dilip Patel

મહારાષ્ટ્રમાં જલ્દી ખુલશે હોટલ અને રેસ્ટોરન્ટ, આ કડક શરતો સાથે સરકાર આપશે મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!