GSTV
Home » News » વાયુસેના બાદ હવે સોશિયલ મીડિયાની પાકિસ્તાન પર એર-સ્ટ્રાઈક, લોકોએ પૂછ્યું ‘How’s The Jaish?’

વાયુસેના બાદ હવે સોશિયલ મીડિયાની પાકિસ્તાન પર એર-સ્ટ્રાઈક, લોકોએ પૂછ્યું ‘How’s The Jaish?’

pm modi in gun

ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે એલઓસી પર પીઓકેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી પુલવામામાં તબદીલ કરી નાંખ્યું છે. ભારતીય વાયુસેનાએ સવારે 3.30 વાગ્યે એલઓસી પાર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.

રિપોર્ટસ અનુસાર, આ ઓપરેશનમાં પીઓકેના બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં રહેલા આતંકી લૉન્ચ પેડને તબાહ કરી નાંખ્યાં. આ ત્રણેય જગ્યા જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતાં જ્યાં તબાહી થઇ ગઇ છે.

જેવી ભારતીય વાયુસેનાના આ ઓપરેશનની ખબર આવી, સોશિયલ મીડિયા પર #Surgicalstrike2, #howsjaish #josh, #JAISH, #IndiaStrikesBack, #Balakot જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા.

સવારમાં જ્યારે આ ખબર આવી તો ગર્વથી ભારતીયોની છાતી પહોળી થઇ ગઇ. પુલવામા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની શહાદત બાદથી  દેશભરમાં બદલાની માંગ ઉઠી હતી.

સોશિયલ મીડિયા પર લોકોએ પુલવામા હુમલાના કાયરતાપૂર્ણ હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને પણ તેના હાલ પૂછ્યા.

એક યુઝરે લખ્યું, ભારતીય સેનાબહાદુરીથી લડાઇ લડે છે, પાકિસ્તાનની જેમ આત્મઘાતી હુમલાથી નહી.

ભારતીય વાયુસેનાના ઓપરેશનમાં જૈશના અનેક ઠેકાણાઓ તબાહ કરી આતંકીઓના આત્મવિશ્વાસને પસ્ત કરી નાંખ્યો છે.

એક યુઝરે લખ્યું કે, #SurgicalStrike2…How’s The Kauff Pakistan?

તેમાં શંકાને કોઇ સ્થાન નથી, ભારતીયોનો જોશ હાલ એકદમ હાઇ છે. પાકિસ્તાન કદાચ પોતાની નાપાક હરકતોથી ‘તૌબા’ કરી લે.

સવારે 3.30 વાગ્યે એલઓસી પાર કરી ભારતીય વાયુસેનાએ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને ચોંકાવી દીધું છે.

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન જોતા જ રહી ગયા અને ભારતીય વાયુસેનાના જવાન આતંકી ઠેકાણાઓને તબાહ કરી આવ્યાં.

ઘણાં યુઝર્સે આ કાર્યવાહીને ફક્ત એક શરૂઆત  ગણાવી અને કહ્યું કે પાકતિસ્તાન હજુ મોટી તબાહી માટે તૈયાર રહે.

ઘણા યુઝર્સ આ સમયે પાકિસ્તાનની  હાલત પર ફની મીમ્સ શેર કરી રહ્યાં છે.

Read Also

Related posts

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

Nilesh Jethva

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!