GSTV
Home » News » ભૂલથી ભારતનું હેલિકોપ્ટર તોડી પાડનારા એરફોર્સ અધિકારીની બદલી, કાર્યવાહી થશે

ભૂલથી ભારતનું હેલિકોપ્ટર તોડી પાડનારા એરફોર્સ અધિકારીની બદલી, કાર્યવાહી થશે

શ્રીનગર એરબેઝના સૌથી સિનિયર અધિકારી કમાન્ડિંગ ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે. આ અધિકારી વિરૃદ્ધ કોર્ટ ઓફ ઈન્કવાયરી ચાલી રહી છે. એટલે કે એ સિનિયર અધિકારીની ભૂલ બદલ લશ્કરી ધોરણે તપાસ ચાલી રહી છે. ભારતીય વાયુસેનાએ અધિકારીનું નામ જાહેર કર્યું નથી. પરંતુ સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત-પાકિસ્તાન વચ્ચે આકાશી તણખા ઝર્યા હતા. એ વખતે ભારતનું એમઆઈ-૧૭ હેલિકોપ્ટર તૂટી પડયું હતુ અને તેમાં રહેલા છ એરફોર્સના કર્મચારીઓના મોત થયા હતા. 

કોર્ટ ઓફ ઈન્કવાયરી માત્ર એક અધિકારી પર નહીં, પરંતુ સમગ્ર ટીમ પર તપાસ કરી રહી છે. જે કોઈ દોષિત જણાશે એ બધાને આકરી સજા થાય એવી શક્યતા છે.  સવારે દસ વાગ્યે શ્રીનગર એરબેઝ પરથી કમાન્ડર સિદ્ધાર્થ વશિષ્ટની આગેવાનીમાં ૧૦ વાગ્યે આ હેલિકોપ્ટર ઉડયું હતું. દસ મિનિટ પછી ૧૦:૧૦ વાગ્યે એ હવામાં જ વિસ્ફોટ થઈને તૂટી પડયું હતું.

હેલિકોપ્ટર તૂટયા પછી પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ તેમણે તોડી પાડયું છે. જોકે હકીકતે ભારતના જ અધિકારીએ ભૂલથી મિસાઈલ છોડી દીધું હતુ, જેણે હેલિકોપ્ટર અને તેના ૬ એરમેનને ઉડાવી દીધા હતા. લશ્કરના નિયમ પ્રમાણે આ ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરી દ્વારા તપાસ ચાલી રહી છે. ઈન્કવાયરી સાવ પૂરી નથી થઈ, પંરતુ એટલું નક્કી થયું છે કેે આ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. આગળની તપાસમમાં નિષ્પક્ષતા જળવાઈ રહે એટલા માટે એર ઓફિસર કમાન્ડિંગ (એઓસી)ની બદલી કરી દેવાઈ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જિકલ સ્ટ્રાઈકના બીજા દિવસે ૨૭મી ફેબુ્રઆરીએ હવાઈ લડાઈ થઈ હતી. ભારતે પાકિસ્તાની વિમાનને તોડી પાડયું હતુ. એ વખતે જ ભારતમાંથી રવાના થયેલા સરફેસ-ટુ-એર મિસાઈલે ભારતના હેલિકોપ્ટરને દુશ્મનનું સમજીને ફાયર કરી દીધું હતું. આ હેલિકોપ્ટર રેડારમાં દેખાયુ હતું, પરંતુ દુશ્મનનું છે કે ભારતીય એ ઓળખ થઈ શકી ન હતી. માટે અધિકારીએ તેને મિસાઈલ દ્વારા ઉડાવી દીધું હતું. 

પહેલી નજરે તો આ ભૂલ છે, પરંતુ કોર્ટ ઓફ ઈન્કવાયરીની તપાસમાં જણાયુ છે કે માત્ર ભૂલ નથી, કેટલીક બેદરકારી પણ જોવા મળી છે. માટે દંડનિય અપરાધ ગણીને એ પ્રમાણે કાર્યવાહી થશે. એમઆઈ-૧૭ રશિયન બનાવટના મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. ભારત વર્ષોથી આ હેલિકોપ્ટર વાપરે છે. વિશ્વભરમાં આ હેલિકોપ્ટર તેની અસાધારણ ક્ષણતાને કારણે લોકપ્રિય છે. ભારતીય વાયુસેના પાસે લગભગ ૩૦ જેટલા આ હેલિકોપ્ટર છે.

READ ALSO

Related posts

રાજ્યમાં ચોવીસ કલાક વિજળીની પોકળ વાતો, નસવાડી વિસ્તારમાં વિજ કાપથી લોકો ત્રાહીમામ

Nilesh Jethva

ફરી મણીશંકરની જીભ લપસી: ઐય્યર બાબુ બોલ્યા કે, ભાજપનું લક્ષ્ય કોંગ્રેસ મુક્ત ભારત નહિં પણ…

Riyaz Parmar

પંડિત નહેરૂ પાસેથી શીખો અને સાધ્વી પ્રજ્ઞા સામે પગલા ભરો મોદીજી!

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!