GSTV
Home » News » મિરાજ પ્લેન એકલા ન હતા : સુખોઈ અને જગુઆર સહિત અવોક્સ સિસ્ટમ પણ હતી એલર્ટ પર, એટલે જ ન ફાવ્યું પાક

મિરાજ પ્લેન એકલા ન હતા : સુખોઈ અને જગુઆર સહિત અવોક્સ સિસ્ટમ પણ હતી એલર્ટ પર, એટલે જ ન ફાવ્યું પાક

ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પરની સર્જિકલ સ્ટ્રાઈકને કેવી રીતે અંજામ આપ્યો તેની રસપ્રદ વિગતો બહાર આવી રહી છે. મળતી વિગતો પ્રમાણે વાયુસેનાએ પાકિસ્તાનમાં બોમ્બમારો કરનાર મિરાજ-2000ની મદદ કરવા માટે પોતાની AWACS સિસ્ટમ એક્ટિવ કરી હતી. અલ્રી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખાતા એવાક્સમાં વિમાનની ઉપર જ રડાર ફીટ કરેલુ હોય છે અને આ વિમાન હવામાં ઉડતુ રહે છે. જે 400 કિમી દુર પણ દુશ્મનના વિમાન કે મિસાઈલની હિલચાલની ગંધ પારખી લે છે. મિરાજ પ્લેન એકલા ન હતા. તેમની સાથે જગુઆરનો પણ એક કાફલો હતો. જોકે, આ અંગે સત્તાવાર કોઈ માહિતી નથી પણ સુખોઈ તો સરહદની નજીક આકાશમાં તૈનાત કરાયેલા હતા. મીરાજ પર હુમલો કરવાની કોશિષ કરાઈ હોત તો ભારતમાંથી સુખોઈ રવાના થયા હોત. આ સિવાય જગુઆર અને 30 હજાર ફૂટ ઊંચે રહેલી અવાક્સ ટેક્નોલોજી મિરાજની મદદ કરી રહ્યાં હતા.

30,000 ફૂટની ઉંચાઈએ ઉડતા રહીને સતત માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું હતું

વાયુસેનાએ એવોક્સ વિમાનોને ઉડતા રાખ્યા હતા. જેથી મિરાજ-2000નો સામનો કરવા માટે પાકિસ્તાની વાયુસેના જો કોઈ વિમાન કે મિસાઈલ રવાના કરે તો ભારતીય વિમાનોને ચેતવી શકાય. મિરાજ વિમાનોને એવોક્સ દ્વારા 30,000 ફૂટની ઉંચાઈએ ઉડતા રહીને સતત માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યું હતું.

સુખોઈ એમકેઆઈ-30 પ્રકારના ફાઈટર જેટ્સને પણ આકાશમાં તૈનાત કરી રાખ્યા

તેની સાથે સાથે ભારતે એલઓસીની એકદમ નજીક સુખોઈ એમકેઆઈ-30 પ્રકારના ફાઈટર જેટ્સને પણ આકાશમાં તૈનાત કરી રાખ્યા હતા . જેથી પાક વાયુસેનાના વિમાનોનો સામનો કરવાનો આવે તો તરત જ તે મિરાજ-2000 વિમાનોની મદદે જઈ શકે.

અવાક્સ ટેક્નોલોજીનો પણ કરાયો ઉપયોગ

વાયુસેનાએ તમામ એજન્સીઓની મદદ લઈ આ ઓપરેશન પાર પાડ્યું છે. એમાંય ખાસ કરીને અવાક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું છે અવાક્સ ટેક્નોલોજી તેના પર નજર કરીએ તો. અવાક્સ એટલે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે. જે એર ડિફેન્સ માટે લોન્ગ રેન્જ રડાર સર્વેલન્સ એન્ડ કંટ્રોલ સેન્ટરનું કામ કરે છે. અમેરિકન એરફોર્સે આ સિસ્ટમ વિકસાવી છે. અવાક્સ રડાર સિસ્ટમની મદદથી લૉ ફ્લાઈંગ એરક્રાફ્ટને શોધી, ટ્રેક કરી શકે છે. આ રડારની ક્ષમતા 370 કિલોમીટર સુધીની હોય છે. જો કે ઉંચાઈએ તેની ક્ષમતા વધી પણ શકે છે. આ ઉપરાંત એરબોર્ન કોમ્પ્યુટરની મદદથી દુશ્મનની ગતિવિધી પર પણ નજર રાખી શકાય છે.

Related posts

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

Mayur

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

દારૂનું ધામ બની ચૂક્યું છે રંગીલું રાજકોટ ? સત્તત ત્રીજા દિવસે પોલીસની મેગાડ્રાઈવમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!