GSTV
India Kashmir Attack

રાજસ્થાનમાં ભારત-પાક સરહદે એરફોર્સ કરશે કવાયત, કોમ્બેટ અને ફાયરિંગ ક્ષમતાનું થશે પ્રદર્શન

pakistan jets loc

રાજસ્થાનના ભારત-પાકિસ્તાન સરહદે પોખરણમાં ફાયરિંગ રેન્જની બિલકુલ પાસેજ ઇન્ડિયન એરફોર્સ સંપુર્ણ તાકાત સાથે આજે એક્સર્સાઇજ વાયુ શક્તિ-૨૦૧૯માં કોમ્બેટ અને ફાયરિંગ ક્ષમતાનું પ્રદર્શન કરશે. કવાયતમાં પહેલી જ વાર સામેલ થનાર કવાયતમાં આકાશ મિસાઇલ ફાયરિંગ, એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરમાંથી અને મિગ ૨૯માંથી હવામાંથી જમીન પર કેવી રીતે ગન ફાયરિંગ કરાય તેનું પ્રદર્શન કરશે.

કવાયત દરમિયાન ભારતીય બનાવટનાં શસ્ત્રો, એરક્રાફ્ટ અને સાધનોનું પ્રદર્શન કરાશે જેમાં આકાશ (મધ્ય રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ), અસ્ત્ર (એર ટુ એર મિસાઇલ), હેલિકોપ્ટર અને  એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સીસ્ટમ પ્લોટફોર્મ પર દર્શાવાશે. ૨૪ કલાક અને સાતે દિવસ હવાઇ ઓપરેશન્સમાં એરફોર્સની ક્ષમતા દેખાડવાના ઉદ્દેશ સાથે આયોજીત કવાયતમાં લક્ષ્યને શોધવા, મલ્ટી સ્પેકટ્રમ ક્ષમતા અને ત્વરીત નિશાનની ઓળખ વગેરેનો સમાવેશ થશે.

Related posts

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV