GSTV
Home » News » ભારતીય વાયુસેનાના મહાપરાક્રમ બાદ ઠેર ઠેર કરાઈ ઉજવણી, રંગીલા રાજકોટમાં ફૂટ્યા ફટાકડા

ભારતીય વાયુસેનાના મહાપરાક્રમ બાદ ઠેર ઠેર કરાઈ ઉજવણી, રંગીલા રાજકોટમાં ફૂટ્યા ફટાકડા

પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ ભારત અને તેમાં ય ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાયુસેનાના મહાપરાક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાવાઈઝ આ ઉજવણીને જોવામાં આવે તો..

ડભોઈના નાગરિકોને ઉત્સાહ

પીઓકેમાં ઘુસીને વાયુસેના દ્વારા કરાયેલી એરસ્ટ્રાઈકથી ડભોઈના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તેના પર સ્થાનિકોએ પ્રતિક્રિયા આપી હતી.

વડોદરાવાસીઓ જોમમાં

વાયુસેનાની એર સ્ટ્રાઈકથી વડોદરાવાસીઓના જોમમાં વધારો થયો છે. વડોદરાના યુવાઓએ સફળ એરસ્ટ્રાઈકની ઉજવણી કરી હતી.. યુવાનોએ ભારત માતા કી જય અને હિન્દુસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. તેમજ પાકિસ્તાનનને આ રીતે જ ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

ફટાકડા ફોડી ઉજવણી

ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને લઈને રાજકોટમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના કે.કે.વી હોલ ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેમજ ભારતીય વાયુ સેનાની કામગીરીને બિરદાવી હતી.

ડીસામાં ખુશીની લહેર

વાયુસેનાની એરિયલ સ્ટ્રાઈકથી આતંકીઓનો ખાતમો બોલાયો છે. ત્યારે સેનાના પરાક્રમથી ડીસાના લોકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસામાં લોકોએ આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ પાકિસ્તાન સામે હજુ પણ કડક કાર્યવાહી કરીને સફાયો કરવાની માંગ કરવામાં આવી રહી છે.

સુરતીલાલાઓની ખુશી

પુલવામા આતંકી હુમલાનો વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરીને બદલો લીધો છે. ત્યારે વાયુસેનાની કાર્યવાહીને સુરતી લાલાઓએ બિરદાવી છે. એટલુ જ નહી પરંતુ પાકિસ્તાન સામે વધુ આવા પ્રકારના હુમલાની તાતી જરૂર હોવાનું સુરત વાસીઓએ કહ્યુ હતુ. સુરતવાસીઓએ એરસ્ટ્રાઈકને પુલવામા આતંકી હુમલાનો બદલો ગણાવ્યો છે. તો સાથે જ વાયુસેનાના શૌર્યને બિરદાવતા એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.અને ભારતીય સેના ઝીંદાબાદના નારા લગાવ્યા હતા.

READ ALSO

Related posts

ફૂટપાથ અને દુકાનોમાં પૂતળા પર મહિલાઓના અંતર્વસ્ત્ર ડિસ્પ્લે ઉપર આ પાલિકાએ પ્રતિબંધ મૂક્યો

Path Shah

કચ્છના નલિયામાં વાયુ વાવાઝોડાની અસર, 135થી વધુ ગામો પર ખતરો

Nilesh Jethva

તાવના કારણે 100 બાળકોના મોત, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને મંગલ પાંડેય પર મુકદમો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!