GSTV
Gujarat Government Advertisement

લદ્દાખના આકાશમાં ભારતીય વાયુસેનાનું પેટ્રોલિંગ, ચીન ન રહે કોઈ ભ્રમમાં!!!

Last Updated on June 20, 2020 by Bansari

ચીન કોઈ ભ્રમમાં ન રહે એટલા માટે લદ્દાખના આકાશમાં ભારતીય વાયુસેનાએ સક્રિયતા દાખવી હતી. લદ્દાખના આકાશમાં ભારતના ફાઈટર વિમાનો અને અપાચે જેવા શક્તિશાળી  એટેક હેલિકોપ્ટર્સ પેટ્રોલિંગ કરતાં નજરે પડયાં હતા. ભારતીય વાયુસેનાએ તેના પાવરફૂલ યુદ્ધવિમાનો,  ટ્રાન્સપોર્ટ વિમાનો, હેલિકોપ્ટર વગેરે ફોરવર્ડ (એટલે સરહદથી સાવ નજીક)ના એરબેઝ પર શિફ્ટ કરવાની શરૂઆત કરી છે.

શાંતિકાળમાં વાયુસેનાના બધા વિમાનો ફોરવર્ડ બેઝ પર રાખવામાં આવતા નથી, પરંતુ જ્યારે એલર્ટની સ્થિતિ હોય ત્યારે તેને સરહદ નજીક ખડકી દેવામાં આવે છે. બીજી તરફ વાયુસેનાની તૈયારી જોવા માટે એર ચીફ માર્શલ રાકેશકુમાર ભદૌરિયાએ ૧૭મી તારીખે લેહ એરબેઝ અને ૧૮મીએ શ્રીનગર એરબેઝની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ લેહ હાઈવે પર લશ્કરી સરંજામ ભરેલા વાહનોની આવન-જાવન પણ વધી ગઈ હતી.

ચીન સામે મર્યાદિત લશ્કરી કાર્યવાહી આવશ્યક

ભારત-ચીન બન્નેમાંથી કોઈ દેશને યુદ્ધ કરવું પોસાય એમ નથી. પરંતુ ચીન ભવિષ્યમાં આવી અવળચંડાઈ કરતાં પહેલા સાત વખત વિચાર કરે એ માટે લિમિટેડ લશ્કરી કાર્યવાહી આવશ્યક છે.  સંરક્ષણ સાથે સંકળાયેલા ઊચ્ચ  અધિકારીઓ માને છે કે વાતોથી ચીન સુધરે એવી આશા રાખવી વ્યર્થ છે. મર્યાદિત માત્રામાં લશ્કરી  કાર્યવાહી થવી જોઈએ. પરંતુ  લશ્કરી કાર્યવાહી ત્યારે જ શક્ય બને જ્યારે દિલ્હી સરકાર મક્કમતાપૂર્વક નિર્ણય લઈને સેનાને આદેશ આપે. લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય ક્યારેય સેના લેતી નથી, એ નિર્ણય દિલ્હીમાંથી જ લેવાનો હોય છે. એક વખત નિર્ણય લેવાયા પછી કાર્યવાહી કેમ કરવી એ સેનાના હાથમાં હોય છે.

ઓનલાઈન ખરીદી કરનારા ગ્રાહકોને ક્યારે માહિતી મળશે પ્રોડક્ટ ક્યાંની છે?

અત્યારે ઓનલાઈન ખરીદી કરનારો વર્ગ વધી રહ્યો  છે. ઓનલાઈન વેચાતી પ્રોડક્ટમાંથી અમુક  જાણીતી બ્રાન્ડને બાદ કરતાં કંપની ક્યાંની છે,  તે આસાનીથી જાણી શકાતું નથી. તો બીજી અનેક ચીજોમાં ક્યા દેશની બનાવટ છે તેની કે મેન્યુફ્રેક્ચરની વિગતો આપી જ હોતી નથી. આ માટે સરકારે ઈ-કોમર્સ કાયદામાં  સુધારો કરવાની જરૂર છે. ઓનલાઈન વેચાતી દરેક પ્રોડક્ટ સાથે તેના હોમ-પેજ પર પ્રોડક્ટ ક્યાંની છે, એ વિગત રજૂ કરવી જોઈએ. જેથી જેમને સ્વદેશી ચીજ-વસ્તુઓ ખરીદવી છે, એ સરળતાથી નક્કી કરી શકે. ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે કંપનીઓએ પણ ઈન્ડિયન પ્રોડક્ટ ઓન્લી એ પ્રકારનું ફિલ્ટર આપવું જોઈએ.

ચીન ભારતની ભૂમિ પડાવી લેવા માંગે છે : અમેરિકી સેનેટર

અમેરિકી સંસદમાં બહુમતી પક્ષના નેતા મિચ મેકકોનેલે આજે ભારત-ચીન સંઘર્ષ વિશે મત આપતાં કહ્યું હતું કે ચીનનો ઈરાદો સારો હોવાનું જણાતું નથી. ચીન ભારતને ઉશ્કેરીને ભારતની ભૂમિનો કેટલોક ભાગ પડાવી લેવા માંગે છે  એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સેનેટમાં વિદેશનીતિ અંગે મહત્ત્વપૂર્ણ ભાષણ આપતી વખતે તેમણે આ વાત કહી હતી. માટે જગભરમાં તેના પડઘા પડયા હતા. તેમણે પોતાના ભાષણમાં અમેરિકાના મિત્ર દેશોને ચીન કઈ રીતે ધમકાવે છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.  તો અમેરિકાના ઈસ્ટ એશિયા-પેસેફિક અફેર્સના અધિકારી ડેવિડ સ્ટિલવેલે પણ આજે  કહ્યું હતું કે ચીન જગતનું ધ્યાન કોરોનાથી  ભટકાવવા માટે આ ધમપછાડા કરે છે. ચીને અત્યારે કોરોના ફેલાતો કઈ રીતે અટકે તેના પર ધ્યાન આપવું જોઈએ, તેના બદલે ચીન આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યું છે.

ઓલ ઈન્ડિયા રેડિયો ચાઈનિઝ ભાષામાં ચીનની ગરબડ રજૂ કરશે

ચાઈનિઝ ભાષા મેન્ડેરિનમાં ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર અને અન્ય કાર્યક્રમો રોજ સાંજે ૫-૧૫થી ૬-૪૫ સુધી રજૂ થાય છે. આ પ્રસારણમાં અત્યાર સુધી ગલવાન વિશે ખાસ  કોઈ પ્રસારણ કરવામાં આવ્યું નથી. પરંતુ હવે પ્રસારણ મંત્રાલય વિચારણા કરી રહ્યું છે કે ગલવાનમાં ચીને જે કર્યું તેની કોમેન્ટ્રી મેન્ડેરિન ભાષામાં રજૂ કરવી. જેથી ચીની પ્રજા પણ ચીનની ગરબડ જાણી શકે. અલબત્ત,  આ વિચારણા છે, અંતિમ નિર્ણય લેવાયો નથી.

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!