GSTV

ભારતીય એજન્સીઓને મોટી સફળતા, ઈન્ટરપોલ દ્વારા નિરવ મોદી સામે રેડ કોર્નર નોટીસ જાહેર

Last Updated on July 2, 2018 by

દેશના સૌથી મોટા બેંકિંગ ગોટાળામાંથી એક PNB કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની મુશ્કેલી વધશે. આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે ભારતની વિનંતી બાદ નિરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. એટલે હવે દુનિયાના કોઈપણ એરપોર્ટ પર નિરવ મોદી જોવા મળશે તો તરત જ તેની ધરપકડ કરવામાં આવશે. ઇન્ટરપોલે નિરવ મોદીના ભાઇ સામે પણ રેડકોર્નર નોટિસ બહાર પાડી છે.

પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની ભારત પરત લાવવાની તૈયારી હેઠળ ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા હાથ લાગી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલે નિરવ મોદી તેમજ તેના ભાઇ  નિશાલ અને સુભાષ સામે પણ રેડકોર્નર નોટિસ બહાર પાડી છે. જેની અપીલ ભારતીય એજન્સીઓએ કરી હતી. નિરવના બંને ભાઇ તેની કંપનીમાં એક્ઝિક્યુટીવ હતા. નિરવ મોદી સામે PNB સાથે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. રાજ્ય નાણાપ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું કે, આ ઘટાને વડાપ્રધાને પોતે નોટિસ કરી છે. ઈંટરપોલની મદદથી નિરવ મોદી જ્યાં પણ હશે ત્યાંથી તેને ભારત લાવવાનો પ્રયાસ કરીશું.

ઈંટરપોલે પોતાની વેબસાઈટ પર પણ નીરવ મોદી સામે જાહેર કરેલી રેડ કોર્નર નોટિસની માહિતી આપી છે. હાલમાં જ EDએ ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્ટરપોલને વિનંતી કરી હતી. આ નોટિસમાં નીરવ મોદીની તસવીરની સાથે સાથે તેની માહિતી અને તેના પર લાગેલા આરોપોનો પણ ઉલ્લેખ છે. ઈંટરપોલ હેઠળ 192 દેશ આવે છે. જો નીરવની ધરપકડ થઈ ગઈ તો તેને ભારત લાવવો સરળ બનશે. નિરવ જે દેશમાં છુપાયો છે તે દેશ સાથે ભારતના સંબંધ કેવા છે તે વાત ઉપર પણ નિરવના પ્રત્યાર્પણની પ્રક્રિયાનો આધાર રહેલો છે. આ વર્ષે નીરવ મોદીના ગોટાળાનો ખુલાસો થયો તેની સાથે અનેક ખુલાસા થયા. નિરવનો પાસપોર્ટ રદ્દ થઇ ગયો હોવા છતાં તે અનેક દેશોની યાત્રા કરી ચુક્યો છે.

Related posts

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!