GSTV

કોરોના ગરીબોનો રોગ નિકળ્યો : સૌથી વધુ નુક્સાન ભોગવ્યું અને ગઈ નોકરીઓ, ધનિકોની સંપત્તિમાં આ સમયમાં પણ થયો જંગી વધારો

કોરોના વાયરસ રોગચાળાને કારણે આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ હતી. આની અસર ઘણા લોકોની આવક પર પડી. પરંતુ આ સમય દરમિયાન દેશના ધનિક લોકોની સંપત્તિમાં વધારો થયો. આ માહિતી ક્રેડિટ સૂઈસના રિપોર્ટથી મળી છે.ક્રેડિટ સુઇઝના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ મુજબ, તારીખ 30 જૂનના રોજ પૂરા થયેલા 6 મહિના દરમિયાન ભારતમાં દરેક વયસ્ક વ્યક્તિની સંપત્તિ વર્ષ 2019ની સરખામણીમાં 0.7% વધી છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસની મહામારી છતાં વર્ષ 2019ના અંત સુધીમાં દેશમાં દરેક વયસ્કની સંપત્તિ 17,300 હતી જે જૂન 2020ના અંત સુધીમાં વધીને 17,420 સુધી પહોંચી ગઈ.

2020ના પ્રથમ 6 મહિનામાં સરેરશ વેલ્થ ગ્રોથ આટલા ટકા રહ્યો

નાણાકીય સેવા ફર્મ ક્રેડિટ સુઇઝનાં જણાવ્યા અનુસાર વર્ષ 2020ના પ્રથમ 6 મહિનામાં સરેરશ વેલ્થ ગ્રોથ (વૃદ્ધિ) 1.7 ટકા રહ્યો. આ ફર્મના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં સંપત્તિમાં ગ્રોથ 5થી 6 ટકા રહી શકે છે. અને વર્ષ 2021માં આ વૃદ્ધિ 9 ટકા સુધી જઈ શકે છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભારતમાં લોકોની સંપત્તિમાં પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટની હિસ્સેદારી સૌથી વધુ જોવા મળતી હતી. પણ હવે લોકો નાણાકીય મિલકત તરફ વધી રહ્યા છે. જેઓની હિસ્સેદારી કુલ મિલકતમાં 22 ટકા સુધી પહોંચી ગઈ છે.

નાણાકીય સેવા કંપની ક્રેડિટ સુઇઝનાં જણાવ્યા અનુસાર વર્ષ 2019માં બિન-નાણાકિય મિલકતની વૃદ્ધિ 12.5 ટકા રહી, જ્યારે નાણાકીય મિલકત 8.6 ટકાના દરથી વધી. ક્રેડિટ સુઇઝનાં જણાવ્યા મુજબ ભારતમાં નાણાકીય અસામનતાનો દર ખૂબ વધારે જોવા મળી રહ્યો છે.

Read Also

Related posts

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!