GSTV
Home » News » યૂરોપના એરિયન-5 રોકેટથી દેશના સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11નું થયું સફળ પ્રક્ષેપણ

યૂરોપના એરિયન-5 રોકેટથી દેશના સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11નું થયું સફળ પ્રક્ષેપણ

દેશના સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11નું યૂરોપના એરિયન-5 રોકેટથી સફળ પ્રક્ષેપણ થયું છે. ઈસરોના આ ઉપગ્રહનું ફ્રેન્ચ ગુયાનાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. આ સેટેલાઇટનું વજન 5854 કિલોગ્રામ છે. તેના દ્વારા દેશમાં ઇન્ટરનેટની સ્પીડને વધારવામાં મદદ મળશે.

ઈસરોના ચેરમેનના મતે ચાર ઉચ્ચ ક્ષમતા વાળા થ્રોપુટ સેટેલાઈટ આવનારા વર્ષમાં દેશમાં દર સેકંડે 100 ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેંડ કનેક્ટિવિટી આપશે. ચારમાંથી સેટેલાઈટ જીસેટ-19 લોન્ચ થઈ ચૂક્યો છે. જીસેટ-11નું આજે લોન્ચિંગ થયુ છે.તો જીસેટ-20 આવનારા વર્ષમાં પ્રક્ષેપિત થશે.

જીસેટ-11 ગ્રામીણ અને નજીકના દ્વીપ વિસ્તારોમાં મલ્ટી સ્પોટ બીમ કવરેજ આપવા માટે તૈયાર કરાયો છે. આ દેશમાં હાલની ઈનસેટ અથવા જીસેટ સેટેલાઈટ સિસ્ટમની તુલનામાં યુઝર્સને વધુ સ્પીડ આપશે. આ નવી પેઢીના એપ્લિકેસનને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવશે.

ભારી ભરખમ સેટેલાઈટ એટલો મોટો છે કે પ્રત્યેક સોલર પેનલ ચાર મીટરથી વધુ લાંબા છે. જે એક મોટા રૂમની બરાબર છે. મહત્વનું છે કે આ સેટેલાઈટનું લોન્ચિંગ આ વર્ષની શરૂઆતમાં થવાનું હતું. પરંતુ ઈસરોએ તેના સિસ્ટમમાં તકનીકી ખામી જોતાં તેને ફ્રેંચ ગુયાનાથી તપાસ માટે પરત મંગાવ્યો હતો. ઈસરોએ એપ્રિલમાં સેટેલાઈટ પર મંગાવ્યો હતો.

Related posts

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah

ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન

Kaushik Bavishi

હિમાચલમાં અતિભારે વરસાદથી જનજીવન ઠપ્પ, રસ્તાઓ પર પ્રચંડ પૂરની જેમ વહી રહ્યા છે પાણી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!