GSTV

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

ભારત-ચીન બોર્ડર ટેન્શનને પગલે ભારે તણાવ વચ્ચે ભારત ચીનને પછાડવાની કોઈ તક છોડતુ નથી. તેમાં હવે ભારત ચીનના દુશ્મન દેશો સાથે વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. ખરેખર, ભારત અને તાઇવાન બંને ચીનની હરકતોથી પરેશાન છે. આ સાથે બંને લોકશાહી નજીક વધી રહી છે અને તેઓ વેપાર સોદા પર ઔપચારિક વાટાઘાટો શરૂ કરવાના છે. તાઇવાન ઘણા વર્ષોથી કોઈ વેપાર સોદા પર વાટાઘાટો કરવા માંગતો હતો, પરંતુ ભારત અચકાઈ રહ્યું હતું. લદાખ સરહદ વિવાદ પહેલા ભારત ચીનની નારાજગી લેવા માંગતુ ન હતું. હવે કેટલાક મહિનાથી સરકાર તાઇવાન સાથેના વેપાર સોદાની તરફેણ કરી રહી છે.

તાઈવાનની કેટલીક કંપનીઓને સ્માર્ટફોન બનાવાની આપી હતી મંજૂરી

એક અધિકારીએ કહ્યું કે તાઇવાન સાથેનો વેપાર કરાર ભારતને ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સમાં વધુ રોકાણ આકર્ષિત કરવામાં મદદ કરશે. અધિકારીએ કહ્યું કે, વાતચીત શરૂ કરવાનો અંતિમ નિર્ણય ક્યારે લેવામાં આવશે તે હજી સ્પષ્ટ નથી. આ મહિનામાં ભારત સરકારે સ્માર્ટફોન બનાવવા માટે અનેક કંપનીઓના દરખાસ્તોને મંજૂરી આપી હતી. તેમાં તાઇવાનનો ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપ, વિસ્ટ્રોન ગ્રુપ અને પેગાટ્રોન કોર્પનો સમાવેશ થાય છે. વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ વિશે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. તાઇવાનના ટોચના વેપાર વાટાઘાટકાર જ્હોન ડેંગે પણ ઇમેઇલનો જવાબ આપ્યો નથી.

ભારત-તાઈવાનની વચ્ચે 2018માં થયો હતો દ્વિપક્ષિય રોકાણ કરાર

જો ભારત સાથે સીધી વેપાર મંત્રણા શરૂ થાય છે તો તે તાઇવાન માટે મોટી જીત હશે. ચીનના દબાણને કારણે કોઈ પણ મોટા દેશ સાથે વેપાર સોદો શરૂ કરવા માટે તેને સંઘર્ષ કરવો પડ્યો છે. મોટા ભાગના દેશોની જેમ ભારતે પણ તાઇવાનને ઔપચારિક માન્યતા આપી નથી. પ્રતિનિધિ કચેરીઓ તરીકે બંને દેશો વચ્ચે બિનસત્તાવાર રાજદ્વારી મિશન છે. બંને દેશોએ તેમના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે 2018 માં અપડેટ કરેલા દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. 2019 માં, બંને દેશો વચ્ચેનો વેપાર 18 ટકા વધીને 7.2 અબજ ડોલર પર પહોંચ્યો છે.

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!