GSTV
Cricket Sports Trending

IND VS AUS / ભારતે જીત્યો ટોસ, 8-8 ઓવરની મેચ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની છે. મેચ સાત વાગ્યે શરૂ થવાની હતી પરંતુ વરસાદના પગલે મેચ મોડી શરૂ થવા જઈ રહી છે એટલું જ નહીં આઠ-આઠ ઓવરની મેચ રમાશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બંને ટીમો વચ્ચે આ મેચ આઠ-આઠ ઓવર રમાશે જેમાં એક બોલર બે ઓવરથી વધુ ફેંકી શકશે નહીં. પાવરપ્લે બે ઓવરનો રહેશે. ઓછી ઓવરના કારણે મેચ રોમાંચક બનશે તેમજ તોફાની બેટિંગ જોવા મળી શકે છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત – કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા – એરોન ફિન્ચ (કેપ્ટન), જોસ ઇંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, નોથન એલિસ.

નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મુકાબલો મોહાલીમાં રમાઈ રહ્યો હતો જેમાં આસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ટીમે 19.2 ઓવરમાં જ ટ્રાગેટ પાર પાડ્યો હતો પરિણામે ભારત ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી પાછળ પડી ગયું છે.

READ ALSO

Related posts

Viral Video/ બાઇક ચોરીને ભાગી રહ્યા હતા ચોર, ગાર્ડની સૂઝબૂઝથી પકડાઇ ગયા

Damini Patel

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda

ચેતવણી/ દુનિયાના આરોગ્ય સામે જોખમી કોરોના જેવો નવો વાયરસ પશ્ચિમ રશિયામાંથી મળ્યો, ચામાચિડિયામાં જોવા મળ્યા આ લક્ષણો

HARSHAD PATEL
GSTV