GSTV
Gujarat Government Advertisement

રાજકોટમાં ભારતનું શુભમુહૂર્ત : ગુજરાતનું આ મેદાન હતું ભારત માટે અપશુકનિયાળ

20

Last Updated on January 18, 2020 by Mayur

ધવનના 96 તેમજ રાહુલના 52 બોલમાં 80 તેમજ કોહલીના 78 બાદ જાડેજા-કુલદીપ અને શમીના અસરકારક બોલિંગ પર્ફોમન્સને સહારે ભારતે રાજકોટમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં 36 રનથી વિજય મેળવી લીધો હતો. ભારતે આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં 1-1થી બરોબરી પ્રાપ્ત કરી હતી.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટીંગ કરતાં છ વિકેટે 340 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જવાબમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમ 49.1 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો 36 રનથી વિજય થયો હતો. હવે શ્રેણીની ત્રીજી અને આખરી વન ડે તારીખ 19મી જાન્યુઆરીએ બેંગાલુરૂમાં રમાશે.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ખેલાયેલા મુકાબલામાં ધવન, રાહુલ અને કોહલીની અડધી સદીઓની સાથે સાથે ભારતની જીતમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની જાદુઈ સ્પિન બોલિંગનો મહત્વનો ફાળો રહ્યો હતો. શમીએ ત્રણ વિકેટ ઝડપી નિર્ણાયક દેખાવ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે લડાયક 98 રન ફટકારતાં ટીમ ઈન્ડિયાને દબાણ હેઠળ રાખી હતી. જોકે કુલદીપે એક જ ઓવરમાં કારેય બાદ સ્મિથને આઉટ કરતાં બાજી પલ્ટી નાંખી હતી અને પ્રેક્ષકોથી ચિક્કાર ભરેલા સ્ટેડિયમમાં ભારતીય ચાહકો ખુશીથી ઝુમી ઉઠયા હતા.

ટીમ ઈન્ડિયાએ આ જીતની સાથે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે સતત ચાર વન ડેની હારના નાલેશીભર્યા સિલસિલાનો અંત આણી દીધો હતો. હવે બેંગાલુરૂમાં ભારત ગત વર્ષે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે મળેલી વન ડે શ્રેણીની હારનો હિસાબ ચૂકતે કરવાના ઈરાદા સાથે ઉતરશે.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ભારતને ધીમી પણ ્મક્કમ શરૂઆત અપાવતા જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ સામે પ્રતિકાર કરતાં રોહિત-ધવનની જોડીએ 81 રનની ભાગીદારી કરી હતી. બંનેએ 81 બોલનો સામનો કરતાં 81 રન જોડયા હતા.

સ્પિનર ઝામ્પાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ સફળતા અપાવી હતી અને રોહિતને લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો. તેણે 44 બોલનો સામનો કરતાં છ ચોગ્ગા સાથે 42 રન ફટકાર્યા હતા. ધવનની સાથે જોડાયેલા કેપ્ટન કોહલીએ ઈનિંગને સ્થિરતા આપી હતી. ધવન અને કોહલીની જોડીએ 103 રનની ભાગીદારી કરતાં ટીમને 184 સુધી પહોંચાડી હતી.

રિચાર્ડસને ધવનને માત્ર ચાર રન માટે સદીથી વંચિત રાખ્યો હતો અને તે 96ના સ્કોર પર સ્ટાર્કના હાથે કેચઆઉટ થયો હતો. ધવને 90 બોલનો સામનો કર્યો હતો અને 13 ચોગ્ગા તેમજ એક છગ્ગો ફટકાર્યો હતો. રિચાર્ડસને ધવનને અને ઝામ્પાએ ઐયર (7)ને આઉટ કરતાં ભારતે માત્ર 14 રનના ગાળામાં બે મહત્વની વિકેટ ગૂમાવી હતી.

કેપ્ટન કોહલી અને રાહુલની જોડીએ મીડલ ઓર્ડરમાં મક્કમ બેટીંગ કરતાં 78 રન જોડયા હતા. કોહલીએ 76 બોલમાં 6 ચોગ્ગા સાથે 78 રન ફટકાર્યા હતા અને તે ફરી ઝામ્પાની બોલિંગમાં આઉટ થયો હતો. તેનો કેચ સ્ટાર્કે ઝડપ્યો હતો. પાંડે બે રને રિચાર્ડસનનો બીજો શિકાર બન્યો હતો.

રાહુલે આગવું ફોર્મ જારી રાખતાં 52 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 80 રન ફટકાર્યા હતા. તેણે અને જાડેજાએ માત્ર 33 બોલમાં 58 રન જોડતા સ્કોરને 340ની નજીક પહોંચાડયો હતો. રાહુલ આખરી ઓવરમાં વિકેટકિપર કારેયના હાથે રનઆઉટ થયો હતો. જે પછી ભારત 50 ઓવરમાં છ વિકેટે 340ના સ્કોર સુધી પહોંચ્યું હતુ. ઝામ્પાએ 50 રનમાં ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. જ્યારે રિચાર્ડસને 73 રનમાં બે વિકેટ મેળવી હતી. સ્ટાર્ક ખર્ચાળ રહ્યો હતો અને 10 ઓવરમાં 78 રન આપવા છતાં એક પણ વિકેટ ઝડપી શક્યો નહતો. 

રાજકોટના આ ગ્રાઉન્ડ પર ભારતનો પ્રથમ વિજય

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી વન ડેમાં 36 રનથી વિજય મેળવ્યો હતો. આ સાથે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ સૌપ્રથમ વન ડે વિજયનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત આ મેદાન પર અગાઉ રમાયેલી બંને વન ડેમાં હાર્યું હતુ. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત 11 જાન્યુઆરી, 2013ના રોજ ઈંગ્લેનડ સામે વન ડે રમ્યું હતુ અને તેમાં ઈંગ્લેન્ડે 9 રનથી વિજય મેળવ્યો હતો. જે પછી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તારીખ 18મી ઓક્ટોબર, 2018ના રોજ અહીં વન ડે મુકાબલો ખેલાયો હતો, જેમાં પ્રવાસી સાઉથ આફ્રિકા 18 રનથી જીત્યું હતુ. જોકે ભારતે આજની જીત સાથે રાજકોટના મેદાન પર પણ જીતનું ખાતું ખોલાવી દીધું હતુ. યોગાનુંયોગ, રાજકોટમાં રમાયેલી ત્રણેય વન ડેમાં પ્રથમ બેટીંગ કરનારી ટીમ વિજેતા બની હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!