GSTV

સુપર ઓવરને રોહિતની છગ્ગાવાળીએ સુપર બનાવી, ભારતની જીત! જાણો કયા બોલ પર કેટલા આવ્યા રન

આજે ઈન્ડિયા અને ન્યૂઝીલેનેડ વચ્ચે પાંચ મેચની T-20 ઈન્ટરનેશનલ સીરિઝની ત્રીજી મેચ ચાલી રહી હતી જેમાં બંને ટીમ વચ્ચે ટાઈ થઈ ગઈ છે, ત્યારે હવે આ મેચનો અંતિમ ફેંસલો સુપર ઓવરમાં થયો. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 18 રન આપ્યા હતા. જેમાં ન્યૂઝીલેન્ડ વતી ટીમ સાઉથીએ ઓવર ફેંકી હતી. જેમાં શરૂઆતના તબક્કામાં ભારત આ મેચ ગુમાવે તેવી સંભાવના વચ્ચે છગ્ગાના બાદશાહ ગણાતા રોહિત શર્માએ છેલ્લાં 2 બોલમાં 2 છગ્ગા ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી. સેડોન પાર્કમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાન પર ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને જીત માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 179 રન બનાવતા મેચ ટાઈ થઈ ગઈ હતી.

હેમિલ્ટન ટી-20 સુપર ઓવરમાં પહોંચી છે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ ટાઈ થઈ છે. ભારતે પાંચ ટી-20ની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 179 રન જ બનાવી શકી. અંતિમ બોલમાં એક રનની જરરૂ હતી પણ મોહમ્મદ શમીના બોલ પર ટેલર બોલ્ડ થયો હતો. જેને પગલે આ મેચમાં જોરદાર રસાકસી જોવા મળી હતી.

ભારતે લોકેશ રાહુલે અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. 89 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલ 27 રને આઉટ થયો છે. રાહુલે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ રન બનાવ્યા છે. ભારત માટે જીતની બાજી કેન વિલિયમસને છિનવી છે. જેને 95 રના ફટકારી એક છેડો સાચવી રાખતાં આ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી.

પ્રથમ બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્માએ સૌથી વધારે 65 રન બનાવ્યા હતા, રોહિત સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 38 રન અને વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલે 27 રન બનાવ્યા હતા. સાથે જ ન્યૂઝીલેન્ડ માટે હામિશ બેનેટે 4 ઓવરમાં 54 રન બનાવી 3 વિકેટ આપી હતી, મિશેલ સેન્ટર અને કોલિક ડી ગ્રેડહોમને 1-1 વિકેટ મળી હતી. મેચ ટાઈ થતા સુપર ઓવર રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા.

બુમરાહે ભારત વતી સુપર ઓવર ફેંકી હતી.

  • 1 બોલ વિલિયમ્સન 1 રન
  • 2 બોલ ગુપ્ટીલ એક રન
  • 3 બોલ વિલિયમ્સન છ રન
  • 4 બોલ વિલિયમ્સન 4 રન
  • 5 બોલ વિલિયમ્સન 1 રન
  • 6 બોલ ગુપ્ટીલ 4 રન

ન્યૂઝીલેન્ડ વતી સુપર ઓવર સાઉથીએ ફેંકી હતી :

  • 1 બોલ રોહિત શર્મા 2 રન
  • 2 બોલ રોહિત શર્મા 1 રન
  • 3 બોલ લોકેશ રાહુલ 4 રન
  • 4 બોલ લોકેશ રાહુલ 1 રન
  • 5 બોલ રોહિત શર્મા 6 રન
  • 6 બોલ રોહિત શર્મા 6 રન

Read Also

Related posts

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

Bansari

IPL 2020: ધોની-વિરાટના ક્લબમાં પોલાર્ડની એન્ટ્રી, બન્યો 150 મેચ રમનાર પહેલો વિદેશી ખેલાડી

Bansari

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને કોરોના બાદ થયો ડેંગ્યુ, મૈક્સ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!