GSTV
Home » News » ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો મસૂદ અઝહર મુદે ટેકો આપીશું: જગત જમાદારની ભારતને દમદાટી

ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો મસૂદ અઝહર મુદે ટેકો આપીશું: જગત જમાદારની ભારતને દમદાટી

ઈરાનથી તેલ આયાત કરવા પર દેશોને મળેલી છૂટને ખતમ કર્યા બાદ અમેરિકાએ ભારતને એક મોટી પરીક્ષામાં મૂકી દીધો છે. વોશિંગ્ટને નવી દિલ્હીને એ સંદેશ મોકલ્યો કે તે પુલવામા હુમલા બાદ આતંકવાદ સામે લડવા ભારતનો સાથ આપી રહ્યા છે. અને આશા છે કે ભારત પણ ડોનાલ્ડ ટ્રંપના ઈરાનના આતંકી નેટવર્કને ખતમ કરવાની પ્રતિબદ્ધતાને પૂરી કરવા પોતાનું વલણ દર્શાવે.

મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા સમર્થન આપવા અમેરિકાએ ભારત સાથે સોદાબાજી શરૂ કરી. અમેરિકાએ ભારત પાસે સૌથી મોટી કુરબાની માગી છે. અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યુ કે, ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો અમેરિકા આતંકી મસૂદ મુદે ભારતને ટેકો આપવા તૈયાર છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ઈરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધથી ચાબહાર પરિયોજના પર કોઈપણ પ્રકારની અસર પડવાની નથી. પરંતુ ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે.

ભારત અને યુએસ અધિકારીઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. અમેરિકાએ ભારતીય અધિકારીઓને કહ્યું કે તેમની આ નીતિ ઈરાન પર વધુમાં વધુ દબાવ બનાવવા માટે બનાવાઈ ગઈ છે. અને તેનો ઉદ્દેશ્ય ભારતને નિશાન બનાવવાનો નથી. ઈરાનને તેલથી થનારી આવકમાં પાછલા વર્ષે ઘણો ઘટાડો થયો છે. અમેરિકાનું માનવું છે કે ઈરાન સરકાર આ પૈસાનો દુરુપયોગ હમસ અને હેજબોલ્લાહ જેવા આતંકી સંગઠનોની મદદ કરવા અને તેના મિસાઈલ કાર્યક્રમને આગળ વધારવામાં કરી રહ્યું છે.

ભારત સહિત આઠ દેશોને સીમિત સમય માટે તેલ આયાત કરવાની છૂટ અપાઈ હતી. અને આ સમયસીમા બીજી મેએ ખતમ થઈ રહી છે. અને અમેરિકાએ તેને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. અને જો કોઈ દેશ ઈરાનથી તેલ આયાત કરે છે તો અમેરિકા તે દેશ પર પ્રતિબંધ લાદી શકે છે. ઈરાનથી તેલ આયત પર પ્રતિબંધ બાદ વૈશ્વિક તેલ કિંમતોમાં વધારો થવાની આશંકા છે. જેથી ભારતના આયાત બિલ અને વેપારમાં ઘટાડો પણ થશે. તેલની કિંમતમાં એક ડોલરનો વધારો પણ ભારતના આયાત બિલમાં વર્ષે દસ હજાર કરોડ રૂપિયાનો બોજ નાંખી શકે છે. એવામાં ભારત માટે ઈરાનનો વિકલ્પ શોધવો આસાન નથી.

READ ALSO

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!