GSTV

ભારતે એવું કર્યું કે ચીનને મરચાં લાગશે, ભારત હવે આ દેશ સાથે આરંભશે વેપારી વાટાઘાટો

ભારત આગામી દિવસોમાં તાઈવાનને અલગ દેશ ગણી વેપારી વાટાઘાટો આરંભે એવી શક્યતા છે. ચીનના દાવા પ્રમાણે તાઈવાન ચીનનો જ ભાગ છે. ચીનના કાંઠે આવેલો ટાપુ દેશ તાઈવાન અર્ધસ્વતંત્ર દેશ છે અને ચીન તેને સંપૂર્ણપણે પોતાનો ગણાવે છે. ભારતે વર્ષો સુધી ચીનને રાજી રાખવા તાઈવાન સાથે મર્યાદિત સબંધો રાખ્યા હતા પણ હવે ભારત-તાઈવાન વચ્ચે નિટકતા વધી રહી છે.

તિબેટ માટે અમેરિકાના ખાસ અધિકારીની નિમણુંક

બીજી તરફ તિબેટની દેશવટો ભોગવી રહેલી સરકાર સાથે અમેરિકી અધિકારીએ મુલાકાત કરી હતી. તિબેટ પર ચીનનો કબજો છે. માટે તિબેટ બહાર રહીને તિબેટની સ્વતંત્રતા માટે લડત ચાલે છે. તિબેટ બહાર તિબેટની સરકાર પણ છે, જે તિબેટને ચીન પાસેથી મુક્ત કરાવવા સક્રિય છે. અમેરિકાએ તિબેટ માટે પોતાના ખાસ અધિકારીની નિમણુંક કરી હતી.

ચીન તાઇવાન ભારત

વિશ્વએ માનવી જ પડશે ‘વન ચાઈના’ પોલિસી: ચીની વિદેશ મંત્રાલય

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી વન ચાઈના પોલીસી છે જેને આખા જગતે માનવી જ રહી. વન ચાઈનાનો અર્થ એવો થાય કે તિબેટ કે તાઈવાન અમારો જ ભાગ છે. તેને અલગ દેશ ગણીને તેની સાથે સબંધો રાખનાર પરિણામ ભોગવવા તૈયારી રાખે. તાઈવાન ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ બાબતમાં આગળ પડતો દેશ છે. ભારત તેની સાથે સબંધ વધારી આ બન્ને ક્ષેત્રે ભારતમાં રોકાણ વધે એ માટે પ્રયત્નશીલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!