GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

ભારત પાંચથી સાત વર્ષમાં સંરક્ષણ દળોના આધુનિકીકરણ પાછળ 130 અબજ ડોલર ખર્ચશે

આગામી પાંચથી સાત વર્ષોમાં ભારત સેનાના આધુનિકીકરણ પર 130 અબજ ડોલર ખર્ચ કરશે. સરકારે સંરક્ષણ દળોની યુદ્ધક ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે વ્યાપક યોજના તૈયાર કરી છે તેમ એક સત્તાવાર દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે. સરકારે આર્મી, નેવી અને એરફોર્સના આધુનિકીકરણને ઝડપી બનાવવા માટે વ્યાપક યોજના તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ આગામી વર્ષોમાં જરૂરી શસ્ત્રો, મિસાઇલો, યુદ્ધક વિમાનો, હોડીઓ અને જહાજો ખરીદવામાં આવશે. 

તેમણે જણાવ્યું હતું કે સૌ પ્રથમ આર્મીનું આધુનિકીકરણ કરવામાં આવશે. જે હેઠળ આર્મી માટે સૌ પ્રથમ 2600 ઇન્ફાન્ટ્રી કોમ્બેટ વેહીકલ ખરીદવામાં આવશે. આ ઉપરાંતમાં ભવિષ્યમાં બીજા 1700 કોમ્બેટ વાહનો ખરીદવામાં આવશે. 

એરફોર્સમાં સૌ પ્રથમ 110 મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. સંરક્ષણ દળોને પૂરતા પ્રમાણમાં ભંડોળ આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ ઉત્તર અને પશ્ચિમ બંને સરહદે એક સાથે લડી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારને ખબર છે કે ચીન પોતાની સેનાને વધુ શક્તિશાળી બનાવી રહી છે. ચીનની નેવી અને એરફાર્સનો સામનો કરવા માટે ભારતીય નેવી અને એરફોર્સને પણ આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઇન્ડિયન નેવીમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં 200 જાહેજ, 500 એરક્રાફ્ટ અને 24 એટેક સબમરીન સામેલ કરવામાં આવશે.  હાલમાં ભારતીય નેવી પાસે 132 જહાજ, 220 એરક્રાફ્ટ અને 15 સબમરીન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ઇન્ડિયન એરફોર્સની તમામ પ્રકારની ક્ષમતા વધારવા માગે છે. 

તેમાં કોમ્બેટ ક્ષમતાઓ પણ સામેલ છે. સરકાર દિલ્હી અને મુંબઇમાં ઇન્ડિયન એરફોર્સ માટે મેગા ડિફેન્સ પ્રોજેક્ટની રચના કરવા માગે છે. ટૂંક સમયમાં એરફોર્સમાં ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ અગ્નિ-પાંચ સામેલ કરવામાં આવશે. આ મિસાઇલની ત્રાટકવાની રેન્જ 5000 કિમી છે અને તે પરમાણુ શસ્ત્રો વહન કરવાની પણ ક્ષમતા ધરાવે છે. 

ખૂબ જ ઓછા દેશો જેવા કે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને ઉત્તર કોરિયા પાસે જ ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. મિસાઇલ વાત કરવામાં આવે તો હાલમાં ભારત પાસે 700 કિમી રેન્જ ધરાવતી અગ્નિ-1, 2000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-2, 2500 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-3 અને 3500 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-4 મિસાઇલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ડોમેસ્ટિક ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સંદર્ભમાં આગામી બે મહિનામાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

Nilesh Jethva

દેશમાં 2.93 ટકા તો અમદાવાદમાં 6.78 મોતની ટકાવારી સાથે 54 ટકા એક્ટિવ કેસ

Nilesh Jethva

ઈદનો ચાંદ દેખાયો,આવતી કાલે ભારતભરમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!