GSTV

ભારત પોતાના સૌથી હળવા સુપરસોનિક યુદ્ધ વિમાન તેજસને મલેશિયાને વેચશે

ભારત વિશ્વમાં સૌથી હળવા સુપરસોનિક યુદ્ધ વિમાનનો દરજ્જો પ્રાપ્ત કરનારા સ્વદેશ નિર્મિત તેજસ વિમાનને મલેશિયાને વેચવા ઇચ્છે છે. આ વિમાન પહેલીવખત મલેશિયામાં 26 માર્ચથી શરૂ થનારા પાંચ દિવસીય લંગકાવી ઇન્ટરનેશનલ મેરીટાઇમ એન્ડ એરોસ્પેસ એક્ઝિબિશન એટલે કે લીમામાં ભાગ લેશે. એવા પણ અહેવાલ છે કે મલેશિયાની સરકાર પોતાની વાયુસેના માટે ભારતના આ હળવા યુદ્ધ વિમાનની ખરીદી કરવા ઇચ્છે છે.

લીમામાં ભાગ લેવા માટે બે યુદ્ધ વિમાન સાથે 50 લોકોની ભારતીય ટીમ મલેશિયા પહોંચી ગઇ છે.. આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અહીં પોતાની એરોબેટિક્સ, સ્ફુર્તી અને હેંડલિંગનું પણ પ્રદર્શન કરશે. કુઆલાલંપુર સ્થિત ભારતીય રાજદૂતના ડિફેન્સ એટેચી અનિરૂદ્ધ ચૌહાણે કહ્યું કે તેજસ વિમાનને મલેશિયાએ અન્ય યુદ્ધ વિમાનોની વચ્ચેથી પસંદ કર્યુ છે.

મલેશિયા પાસે ચીન અને પાકિસ્તાન દ્વારા નિર્મિત જેએફ-17 અને દક્ષિણ કોરિયાનું એફ-એ-50 જેવા વિમાનો પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ હતા. પરંતુ મલેશિયાએ તેજસને પ્રાધાન્ય આપ્યું. આ દરમિયાન ભારતીય વાયુસેનાની ટુકડી રોયલ મલેશિયન એરફોર્સ સાથે પણ મુલાકાત કરશે.

READ ALSO

Related posts

ગોટબાયા રાજપક્સા નવા રાષ્ટ્રપ્રમુખ બનતા શ્રીલંકા હવે ચીનના કબજામાં

Mayur

આજથી સંસદનું શિયાળુ સત્ર : શિવસેના વિપક્ષમાં બેસશે

Mayur

સંસદમાં સીટ બદલવા પર સંજય રાઉત બોલ્યા- દિલ્હી કોઈના બાપની નથી, મોટા મોટા આવ્યા અને ગયા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!