GSTV
Home » News » G-20 સંમેલનમાં આતંક અને કાળા નાણાંનો મુદ્દો ઉઠાવશે PM મોદી, સુરેશ પ્રભુની મહત્વની ભૂમિકા

G-20 સંમેલનમાં આતંક અને કાળા નાણાંનો મુદ્દો ઉઠાવશે PM મોદી, સુરેશ પ્રભુની મહત્વની ભૂમિકા

જાપાનનાં ઓસાકામાં 28-જૂનથી શરૂ થનારા G-20 દેશોનાં શિખર સંમેલનમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ સંમેલનમાં ભારત આતંકવાદ, કાળુનાંણું, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, ખાદ્ય સુરક્ષા અને વિશ્વ વેપાર સંગઠનમાં સુધારો કરવાના મુદ્દાને જોરશોરથી ઉઠાવશે.

ભારતીય વિદેશ મંત્રાલયનાં જણાંવ્યા પ્રમાણે, G-20 શિખર સંમેલનમાં ભારતીય ટીમનું નેતૃત્વ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ કરશે. પ્રભુએ જણાંવ્યું કે, ભારત વૈશ્વિક મંચ પર આતંકવાદ સહિત પર્યાવરણ અને ખાદ્ય સુરક્ષા જેવા મુદ્દા ઉઠાવશે.

ડબલ્યુટીઓમાં સુધારો લાવવાનો એજન્ડા પણ શામેલ છે. ભારતનું માનવું છે કે WTOને મજબૂત કરવાની જરૂર છે. તેને એવું સંગઠન બનાવવું જોઇએ જેનાંથી વૈશ્વિક વેપારનું નિયમન થઇ શકે. આ સિવાય ભાગેડુ આર્થિક અપરાધી, સામાજિક સુધારની યોજનાઓનો મુદ્દો પણ ભારત ઉઠાવશે. તેમણે કહ્યું કે 2008ની આર્થિક મંદી પછી G-20 એક મહત્વપુર્ણ વૈશ્વિક મંચ બની ગયો છે.

મહત્વનું છે કે શિખર સંમેલનમાં મુક્ત વેપાર, આર્થિક વૃદ્ધિ, કાળુ નાણું, વિત્ત, ડિજીટલ અર્થવ્યવસ્થા, કૃત્રિમ બુદ્ધિમત્તા, સમાવેશ અને સતત વિશ્વ. વૈશ્વિક સ્વાસ્થ્ય, સમુદ્રી પ્લાસ્ટીક કચરા અને આતંકવાદ ચર્ચાનો વિષય છે.

મોદી-ટ્રમ્પ વચ્ચે થઇ શકે છે મુલાકાત

શિખર સંમેલનમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. બીજી વખત વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પહેલી મુલાકાત થશે. બન્ને દેશો વચ્ચે રણનીતિક સંબંધોને મજબૂત કરવા માટે મોદી અને ટ્રમ્પની આ મુલાકાત દુનિયાનું ધ્યાન આકર્ષિત કરશે. ભારત, રશિયા અને ચીન જી-20 સમિટમાં ઇત્તર ત્રિપક્ષીય બેઠકમાં સામેલ થશે.

READ ALSO

Related posts

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!