GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઇરાની બેંકોને પેમેન્ટ કરશે

ભારત ઈરાનમાંથી ખનીજતેલની આયાતની ચુકવણી બંને દેશો વચ્ચે નિર્ધારીત થયેલી પેમેન્ટની વ્યવસ્થા હેઠળ કરવાનું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ. ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઈરાની બેંકોને પેમેન્ટ કરશે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના પ્રતિબંધોનો તોડ મેળવવા માટે બંને દેશો વચ્ચે એક પેમેન્ટ મિકેનિઝમ પર સંમતિ બની હતી.

ભારતની સરકારી બેંક યુકો બેંક લિમિટેડમાં ઈરાનની પાંચ બેંકોને એસ્ક્રો એકાઉન્ટમાં આની ચુકવણી થશે. એસ્ક્રો એકાઉન્ટ કોઈપણ બે પક્ષોમાં શરતોની સાથે ચુકવણી પ્રક્રિયા માટે થર્ડ પાર્ટીનું એક હંગામી એકાઉન્ટ હોય છે. આ એકાઉન્ટ ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ થવા સુધી કાર્યરત રહે છે. બાયર અને સેલરની વચ્ચે થયેલી સમજૂતીની તમામ શરતોને પૂર્ણ થવા સુધી આનો ઉપયોગ થાય છે. ઈરાન ભારત પાસેથી મળનારી આ રકમનો એક બાગ ભારતમાંથી જરૂરી સરસામાનની ખરીદી અને દક્ષિણ એશિયાના દેશોમાં તેના ડિપ્લોમેટિક મિશનો માટે ખર્ચ કરશે.

આનાથી વાકેફ સૂત્રોએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે આના સંદર્ભે જાણકારી આપી છે. કારણ કે આ માહિતી હજી સુધી સાર્વજનિક થઈ નથી. તમામ ખર્ચ ભારતીય કરન્સી એટલે કે રૂપિયામાં થશે. પોતાની વાર્ષિક પેટ્રોલિયમ જરૂરિયાતોના 80 ટકા આયાત કરનાર ભારત માટે સતત સપ્લાઈ ઘણી મહત્વપૂર્ણ છે. તેહરાને નવી દિલ્હીના મધ્ય-પૂર્વના અન્ય ખનીજતેલ ઉત્પાદક દેશોની સરખામણીમાં સારી ક્રેડિટ ટર્મ્સ ઓફર કરી છે. ઈરાન ભૂતકાળમાં પણ ખનીજતેલ માટે અમેરિકન ડોલરના સ્થાને ભારતીય રૂપિયામાં ચુકવણી કરવાનું સ્વીકાર્યું છે.

31 માર્ચે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં ભારતે ઈરાનમાંથી લગભગ નવ અબજ ડોલર એટલે કે 63 હજાર 239 કરોડ રૂપિયાની કિંમતનું ખનીજતેલ ખરીદયું હતું. બંને દેશો વચ્ચે જે પ્રકારે પેમેન્ટની વ્યવસ્થા પર સંમતિ બની છે, તેના આધારે ભારત અમેરિકન પ્રતિબંધો છતાં ઈરાન પાસેથી ખનીજતેલની ખરીદી ચાલુ રાખશે. તેનું કારણ એવું છે કે આ પેમેન્ટ મિકેનિઝમ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શરતને પૂર્ણ કરે છે, કારણ કે નાણાં સીધા ઈરાનને મળવાના નથી. આ સિવાય વોશિંગ્ટને ભારતને પ્રતિબંધોમાંથી છૂટછાટ ધરાવતા દેશોમાં રાખ્યું છે. મિકેનિઝમના ઔપચારીકપણે એલાન થયા બાદ ઈન્ડિયન ઓઈલ, મંગ્લોર રિફાયનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ જેવી રિફાઈનરી પેમેન્ટ કરશે. યુકો બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અતુલ ગોયલે કહ્યુ છે કે બેંકની પાસે ઈરાની બેંકોના પંદર એકાઉન્ટ છે.

તેમાં ચુકવણી થઈ શકે છે. ભારત અને ઈરાન પહેલા પણ આવા પ્રકારની પેમેન્ટ મિકેનિઝમ હેઠળ કામ કરી ચુક્યા છે. 2012માં જ્યારે અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારે ભારત અને ઈરાને આવા પ્રકારનું મિકેનિઝમ અપનાવ્યું હતું. તે સમયે 45 ટકા રકમની ચુકવણી ભારતમાં ઈરાની બેંકોના એકાઉન્ટમાં કરવામાં આવી હતી. જ્યારે બાકીની રમકની ચુકવણી એક ઓવરસીઝ બેંક દ્વારા યુરોમાં કરવામાં આવી હતી.

ગત મહીને અમેરિકાએ ઈરાનમાંથી ખનીજતેલની આયાતની ભારતને છૂટ આપી હતી. આ છૂટ ભારતને ઈરાનમાંથી 180 દિવસો સુધી પ્રતિ દિવસ ત્રણ લાખ બેરલ ઓઈલની આયાતની મંજૂરી આપે છે. આ ઈરાન દ્વારા ભારતને સરેરાશ ખનીજતેલની નિકાસથી ઘણી ઓછી છે. આ વર્ષે ઈરાને ભારતને પ્રતિ દિવસ સરેરાશ પાંચ લાખ 40 હજાર બેરલ ઓઈલની આપૂર્તિ કરી હતી. 2017માં ઈરાને ભારતને દરરોજ લગભગ સાડા ચાર લાખ બેરલ ઓઈલની આપૂર્તિ કરી હતી.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!