GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ભારત જાન્યુ.માં પાંચ પ્રકારના કેમેરાવાળા GiSAT શ્રેણીના બે ઉપગ્રહ લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો આગામી જાન્યુઆરી મહીનામાં અત્યાર સુધીના સૌથી અલગ પ્રકારના સેટેલાઇટને અવકાશમાં લોન્ચ કરશે. પ્રથમ વખત લોન્ચ થનાર આ પ્રકારનો ઉપગ્રહ જિયોસ્ટેશનરી ભ્રમણકક્ષામાં એક જ જગ્યાએ સિૃથર રહીને માત્ર ભારતની સરહદો પર નજર રાખવાનું કામ કરશે.

જીસેટ-1 નામના આ ઉપગ્રહમાં પાંચ પ્રકારના કેમેરા લગાવવામાં આવેલા છે અને આ સેટેલાઇટ શ્રેણીના જીસેટ-1 અને જીસેટ-2 એમ બે ઉપગ્રહ છોડવામાં આવશે. જાણવા મળ્યા મુજબ 23 ડિસેમ્બરના રોજ આ ઉપગ્રહ બેંગાલુરૂ પહોંચશે અને 15મી જાન્યુઆરી, 2020 આસપાસ તેને અવકાશમાં લોન્ચ કરવામાં આવશે.

શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર અથવા તો ફ્રેન્ચ ગુએનાના લોન્ચિંગ સેન્ટર ખાતેથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે અને તે પ્રત્યેક અડધા કલાકે સમગ્ર દેશની એક તસવીર મોકલી આપશે જેથી પાકિસ્તાનની ગતિવિિધઓથી સતત માહિતગાર રહી શકાશે.

જો આ ઉપગ્રહને હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવશે તો લોન્ચિંગ માટે જીએસએલવી-એમકેટુ રોકેટની મદદ લેવાશે અને જો તેને ફ્રેન્ચ ગુએના ખાતેથી લોન્ચ કરવામાં આવશે તો તેને એરિયન રોકેટ વડે છોડવામાં આવશે.જીસેટ-1માં કાર્ટોસેટ સેટેલાઇટનો શક્તિશાળી પેનક્રોમેટિક કેમેરા લગાવાયેલો છે જે પ્રત્યેક 30 મિનિટે દેશનો એક ફોટો લેશે. આ સિવાય બાકીના કેમેરા પણ ફોટોઝ લેશે અને ઇસરો સેન્ટર પર મોકલતા રહેશે.

કુદરતી આફતો વખતે આ ઉપગ્રહ રિયલ ટાઇમ તસવીરો મોકલતું રહેશે જેથી લોકોને બચાવવામાં વધારે મદદ મળે. આ ઉપરાંત ઉપગ્રહ સાથે રિચી-ક્રેશિયન 700 મિમી ટેલિસ્કોપ પણ લગાવાયેલું છે.કાર્ટોસેટ સેટેલાઇટ સાથે પણ આ ટેલિસ્કોપ લગાવાયેલું છે જેની મદદથી સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી શકાઈ હતી. ઉપગ્રહમાં ટેલિસ્કોપ ઉપરાંત ચાર અન્ય કેમેરા લગાવાયેલા છે જે નકશા બનાવવા, આફતો વખતે વ્યવસૃથાપન જાળવવા, માળખાગત વિકાસના કામો કરવા અને હવામાનની માહિતી મેળવવા ઉપયોગી થશે.

READ ALSO


Related posts

સૌરાષ્ટ્ર ભરના એપીએમસી ચેરમેન મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, નવા APMC એક્ટ ને લઈ કરાઈ ચર્ચા

pratik shah

ચીન મુદ્દે ટ્રમ્પનાં દાવાને ભારતે ફગાવ્યો, PM મોદી સાથે યુએસ પ્રમુખે નથી કરી કોઈ વાતચીત

pratik shah

વેક્સિન ભલે તૈયાર થઈ જાય પણ Coronaને લઈને આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, બની શકે કે અંત શક્ય જ નથી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!