GSTV

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 2+2 વાતચીત, ટોપ પર હશે અફઘાનિસ્તાન અને દક્ષિણ ચીન સાગરનો મુદ્દો

ભારત

Last Updated on September 11, 2021 by Damini Patel

ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની વચ્ચે પહેલીવાર ટુ પ્લસ ટુ બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠક પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઓસ્ટ્રલિયાના સંરક્ષણ પ્રધાન પીટર ડટનની વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી.. રિપોર્ટ મુજબ આ બેઠકમાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને રણનૈતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક વાતચીત કરી.. ઓસ્ટ્રેલીયાના વિદેશ પ્રધાન મારીસ પાયને અને ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર વચ્ચે પણ બેઠક થશે. આ બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થીતીને લઇને વૈશ્વિક પ્રવાહો અંગે ચર્ચા થશે. સંરક્ષણક્ષેત્રે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા અંગે પણ બેઠકમાં ચર્ચા વિમર્શ થશે. તો હિંદ પેસિફિક સમુદ્ર એરીયામાં ચીની સૈન્યની વધતી આક્રમકતાને ખાળવા અંગે પણ બંને દેશો વચ્ચે ચર્ચાની શક્યતા છે.

મોદી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 22 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત યુએસ મુલાકાત અને ક્વાડ બેઠક પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા ટુ પ્લસ ટુ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા પણ ક્વાડનું સભ્ય છે. વડાપ્રધાન મોદી 24 મીએ અમેરિકામાં ક્વાડ બેઠકમાં હાજરી આપશે અને દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનની સ્થિતિ ટુ પ્લસ ટુ મંત્રણાના કેન્દ્રમાં છે. બેઠકનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને લઈને ચિંતિત છે. આતંકવાદ અને હિંસા સિવાય કટ્ટરપંથીકરણનો પડકાર પણ વિશાળ માનવામાં આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને દેશો હાલમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર રાહ જોવાની રણનીતિ અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના થતાં બંને દેશો ખૂબ નિરાશ છે. બંને દેશોને ખાતરી છે કે તાલિબાન દ્વારા આપવામાં આવેલા વચનો તેમના દ્વારા રાખવા જોઈએ, પરંતુ અત્યાર સુધી તે દેખાતું નથી. તાલિબાને કહ્યું હતું કે તેની સરકારમાં દરેકને સમાન અધિકાર હશે અને દરેકના અધિકારોનું સન્માન કરવામાં આવશે. તેમના અધિકારોનું પણ રક્ષણ કરવામાં આવશે. પરંતુ, ત્યાંથી જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, તે મુજબ અત્યારે એવું બનતું દેખાતું નથી.

આ મુદ્દા પર થશે ચર્ચા

બંને દેશો વચ્ચે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવા પર પણ ચર્ચા થશે. ઓસ્ટ્રેલિયા સાથે આ પ્રથમ ટુ પ્લસ ટુ વાતચીત છે. 4 જૂન, 2020 ના રોજ બંને દેશોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ચીનની સક્રિય ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ વાટાઘાટો વધુ ખાસ બની છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને ભારત પણ દક્ષિણ ચીન સાગરના મુદ્દે સામાન્ય હિતો અને ચિંતાઓ શેર કરે છે. આ વાતચીતમાં કોરોના મહામારી વિશે ચર્ચા પણ શક્ય છે.

Read Also

Related posts

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

ચેતવણી/ અહીં બે-ત્રણ દિવસમાં રોજ દસથી પંદર હજાર કેસો નોંધવાની શક્યતા, જાપાનમાં નવા નિયંત્રણો જાહેર

Damini Patel

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!