GSTV

કાંગારુંઓની માઇન્ડ ગેમ શરૂ, કોહલી-રોહિત વિનાની ભારતીય ક્રિકેટ ટીમ સફાયો કરવાનો દાવો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ અત્યારે ક્રિકેટ જગતમાં સૌથી આકર્ષક સિરીઝ માનવામાં આવે છે. આ બંને દેશ રમતા હોય ત્યારે વાતાવરણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ જેવું બની જતું હોય છે. આ જ કારણે સિરીઝ શરૂ થતાં અગાઉ દાવા-પ્રતિદાવા પણ એટલા જ થતા હોય છે. બંને પક્ષે દિગ્ગજો વચ્ચે વાકયુદ્ધ પણ શરૂ થઈ જતું હોય છે. શુક્રવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ થશે પરંતુ માઇન્ડ ગેમ તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

વિરાટ કોહલીની ગેરહાજરી ભારત માટે આઘાતજનક

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની માઇકલ ક્લાર્ક અને સ્ટિવ સ્મિથનું માનવું છે કે વિરાટ કોહલીની ગેરહાજરી ભારત માટે આઘાતજનક છે.  માઇકલ ક્લાર્કે તો એટલે સુધી કહી દીધું છે કે જો કોહલી પહેલી ટેસ્ટમાં ટેમ્પો સેટ કરવામાં નિષ્ફળ રહ્યો તો આ સિરીઝમાં ભારતનો 0-4થી કારમો પરાજય થવાનો છે. પહેલી ટેસ્ટ બાદ કોહલી ભારત પરત ફરી જવાનો છે અને એ બાબત બાકીના ખેલાડીઓને ભારે પડી જવાની છે. ક્લાર્કે ઉમેર્યું હતું કે કોહલી વન-ડે અને ટી20માં આગળ વધીને ટીમને લીડ કરશે પરંતુ આ બંને સિરીઝમાં તે ટીમને સારી શરૂઆત નહીં અપાવી શકે તો  ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં એકતરફી રીતે હારી જશે અને તેનો સફાયો થઈ જવાનો છે.

ટેસ્ટમાં કોહલી કે ભારતીય ટીમ કેવો દેખાવ કરે છે તેના પર આધાર

મારું માનવું છે કે બધું જ પહેલી ટેસ્ટ પર આધાર રાખશે. આ મેચમાં વિરાટ કોહલી રમવાનો છે. એડિલેડ ટેસ્ટમાં કોહલી કે ભારતીય ટીમ કેવો દેખાવ કરે છે તેના પર આધાર છે ત્યાર બાદ તે પરત ફરી જનારો છે અને આ સંજોગોમાં બાકી રહેલી ત્રણ ટેસ્ટમાં પ્રવાસી ટીમને મુશ્કેલી પડી શકે તેમ છે તેમ માઇકલ ક્લાર્કે ઉમેર્યું હતું.

રોહિત શર્મા કે વિરાટ કોહલીનું ન હોવું ભારતીય ટીમ માટે મોટો તફાવત

સ્ટિવ સ્મિથે જણાવ્યું હતું કે સિરીઝમાં રોહિત શર્મા કે વિરાટ કોહલીનું ન હોવું ભારતીય ટીમ માટે મોટો તફાવત લાવીને ઉભો કરી દેશે. જોકે પ્રવાસી ટીમ પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડી છે જે દબાણમાં પણ સારી રમત દાખવી શકે છે તેમ છતાં ભારતને તકલીફ પડી શકે તેમ છે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઇજાને કારણે વન-ડે અને ટી20 સિરીઝમાં રમવાનો નથી અને ત્યાર બાદની ચાર ટેસ્ટની સિરીઝમાં પણ તેના અને ઇશાન્ત શર્માના રમવા સામે શંકા સેવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી

Pravin Makwana

તણાવ પડ્યો ભારે/ ચીનના 12,000 કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવો લટક્યા, સરકાર નથી આપી રહી મંજૂરી

Ankita Trada

હાર્દિક પંડ્યાના પિતાના અંતિમ સંસ્કાર/ બંને દિકરાઓએ પિતામ્બર પહેરી પિતાને આપી કાંધ, અંતિમ સંસ્કાર વેળાએ ભાવૂક થયો હાર્દિક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!