GSTV
India News Trending

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત

ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. જેના અંતર્ગત ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ 9A મળશે. આ અમેરિકન ડ્રોન અત્યાર સુધીનું વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન છે. જેના આવવાથી હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશે, અને ચીનની ગતિવિધિઓ પર અંકુશ રાખવા મોટી મદદ મળી શકે છે.

ભારતીય નૌકાદળ પહેલાથી જ દરિયાઈ સુરક્ષા માટે યુએસ પાસેથી લીઝ પર જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત MQ 9B ડ્રોન ખરીદી ચુકી છે. આ 18 સશસ્ત્ર ડ્રોન હસ્તગત કર્યા પછી, તેમને એપ્રિલમાં કારવાર નેવલ બેઝ ખાતે સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં રાખવામાં આવશે, જેમાં ત્રણેય દળોને 6-6 ડ્રોન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંમેલનને સંબોધિત કરવાના છે. માર્ચમાં યોજાવનારી પ્રથમ પરિષદ હવે એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

-શક્તિશાળી ડ્રોનની વિશેષતા

આ પ્રિડેટર સશસ્ત્ર ડ્રોન 24 કલાક 50,000 ફૂટ સુધી ઉડી શકે છે. આ હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિસાઇલોથી સજ્જ છે, જે દુશ્મનનો પડકારવા સક્ષમ છે.

-અગાઉ નૌકાદળ 30 ડ્રોનની જરૂરિયાત દર્શાવવી

નૌકાદળએ અગાઉ 30 ડ્રોનની જરૂરિયાત જણાવી હતી, જેના માટે 3 બિલિયન ડોલરનો અંદાજીત ખર્ચ આવવાની સંભાવના હતી. જો કે, ચીફ ઓફ સ્ટાફ કમિટીની સમીક્ષા બાદ તે સંખ્યા ઘટાડો કર્યો અને 18 ડ્રોન માંગવા મંજુરી આપી હતી.

3-4 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ યુએસ પ્રવાસ પર હતા, જ્યાં ભારતીય દૂતાવાસે યુએસ વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન માટે ડિનરનું આયોજન કર્યું હતું.

તેમાં જનરલ એટોમિક્સના ચેરમેન નીલ બ્લુ અને કંપનીના સીઈઓ ડો. વિવેક લાલ અને અન્ય ટોર્ચના સીઈઓએ હાજરી આપી હતી. ડોભાલની આ મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસે ભારત સાથે ઉચ્ચ ટેકનોલોજી ભાગીદારી કરવા અંગેની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું

Kaushal Pancholi

રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક

Hina Vaja

દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ

Padma Patel
GSTV