વિકસિત પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં સેટેલાઈટનું નિર્માણ ખૂબ ઓછા ખર્ચે થતું આવ્યું છે. તેથી ભારતને સેટેલાઈટ અને સ્પેસના ગ્લોબલ માર્કેટમાં સારા શેર પ્રાપ્ત કરવામાં મદદ મળશે. વર્તમાનમાં સેટેલાઈટનું ગ્લોબલ માર્કેટ 350 બીલીયન ડોલર છે.

ગ્લોબલ માર્કેટ વર્ષ 2024 સુધીમાં એક ટ્રિલિયન ડોલર સુધી પહોચવાની આશા છે અને 2025 સુધીમાં તો ભારતનનો સેટેલાઈટ ઉદ્યોગ 3.2 અબજ ડોલરની પાર કરી જશે. આંધ્ર પ્રદેશમાં શ્રી હરિકોટા સ્ટેશનમાં સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવેલ બે નેનો સેટેલાઈટ, થાઈબોલ્ટ વન અને થાઈબોલ ટુ એ ભારતના આ એડવાન્ટેજને વિશ્વમાં સ્થાપિત કર્યો છે.
નેનો સેટેલાઈટની વ્યવહારિક ઉપયોગીતા વધતી જઈ રહી છે. આ સેટેલાઈટ છેવાડાના સ્થાનોમાં પણ સંચાર સંબંધ સ્થાપિત કરી શકે છે. જેથી પાકની ક્વોલિટી, જમીનની ગુણવત્તા, સ્થિતિ જાણી શકાય છે. શહેરમાં પાર્કિંગની જગ્યા પણ આ સેટેલાઇટની મદદથી જાણી શકાય છે. જંગલમાં લાગેલી આગ કે અન્ય કોઈપણ બાબત આ સેટેલાઈટથી જાણી શકાતી હોવાથી ભારત આ ક્ષેત્રમાં સતત સંશોધન અને પ્રગતિ કરે છે
Also Read
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ