GSTV

સબમરીનને પણ તોડી પાડનાર ‘રોમિયો’ હવે ભારતને મળશે, વિશ્વમાં માત્ર અમેરિકા પાસે

ભારતે અમેરિકા પાસેથી 24 એન્ટી સબમરીન હેલિકોપ્ટર રોમિયોની ડીલ પાક્કી કરી છે. જેની કિંમત 2.6 બિલિયન અમેરિકન ડોલર જણાવાઇ રહી છે. ભારત છેલ્લા 10 વર્ષથી એન્ટી સબમરીન હેલિકોપ્ટરની જરૂરિયાત હતી. રીઝનલ સમિટમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે પીએમ મોદીની સિંગાપોરમાં મુલાકાત થઇ હતી. આ સમયે પણ આ ચર્ચા થઈ હતા. આજે મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલા 3 બિલિયન ડોલરના કરારમાં આ રોમિયો હેલિકોપ્ટરનો પણ સમાવેશ કરાયો છે. એમએચ-60 ‘રોમિયો’ હેલિકોપ્ટર એ‌ન્ટી-સબમરીન અને એન્ટી-સરફેસ (શિપ) વોરફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેમ કે નેવીનાં કેટલાંક જહાજ બહુ જલદી સમુદ્રમાં ઊતરવાનાં છે, પરંતુ આ માટે કોઈ સક્ષમ હેલિકોપ્ટર હજુ આપણી પાસે નથી.

ભારતે અમેરિકાના આ હેલીકોપ્ટરની જરૂરિયાતને જોઇને એક પત્ર લખ્યો હતો. જેમાં 24 હેલીકોપ્ટરની ડિમાન્ડ કરવામાં આવી છે. તાજેતરના દિવસોમાં જ ભારત અને અમેરિકાની વચ્ચે રક્ષા સમજૂતીઓ અંગે ચર્ચા થઇ હતી. પીએમ મોદીની પેન્સ સાથેની મુલાકાત પણ રક્ષા સંબંધ દ્વિપક્ષીય મંત્રણાનો જ ભાગ હતી. આજે ટ્રમ્પ સાથે મુલાકાત બાદ આ ડીલને આખરી મંજૂરી મળી છે. આ ડીલ હેઠળ ભારત 24 એમએચ-60 રોમિયો હેલિકોપ્ટર માટે શરૂઆતમાં 15 ટકા રકમની ચુકવણી કરશે. ડીલ થયા બાદ તેની પહેલી ખેપ બે વર્ષની અંદર મળશે. ત્યારબાદ બેથી પાંચ વર્ષની અંદર બાકીનાં તમામ હેલિકોપ્ટર ભારતને મળી જશે.

આર્જેન્ટીનામાં જી-20 સમિટથી અલગ પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલા પેન્સ અને મોદીની મુલાકાતને મહત્વપૂર્ણ ગણવામાં આવી હતી. ભારત 24 રોમિયો હેલીકોપ્ટરની ખરીદી ઉપરાંત 123 હેલીકોપ્ટર ભારતમાં બનાવવાની યોજના ઉપર પણ વિચાર કરી રહ્યું છે. હાલમાં આ હેલીકોપ્ટર માત્ર અમેરિકાની પાસે છે. જેને દુનિયામાં સૌથી એડવાન્સ્ડ એન્ટી સબમરીન હેલીકોપ્ટર માનવામાં આવી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે તેને દુનિયાનું સૌથી એડવાન્સ્ડ નેવલ હેલીકોપ્ટર પણ કહી શકાય છે. જે સબમરીનને ધ્વસ્ત કરવામાં ઘણુ પાવરધું છે.

અમેરિકી ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિને આ હેલિકોપ્ટર બનાવ્યા છે

આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના આ હેલિકોપ્ટર સોદાને અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ સરકારે સંસદમાં આ સોદાની જાહેરાત કરતા કહ્યું હતું કે આનાથી ભારત-અમેરિકા સંબંધોને મજબૂતી મળશે. અમેરિકી ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિને આ હેલિકોપ્ટર બનાવ્યા છે, જે દરિયામાં શોધખોળ તથા બચાવકાર્યમાં પણ ઘણા ઉપયોગી સાબિત થાય છે.

ફર્સ્ટ જનરેશન ફાઇટર હેલિકોપ્ટર

અમેરિકન નેવીના એર સિસ્ટમ કમાન્ડ મુજબ એમએચ-૬૦-આર રોમિયો સી-હોક હેલિકોપ્ટર એન્ટિ-સબમરીન વોરફેર, એન્ટિ-સરફેસ વોરફેર, સર્વેલન્સ કમ્યુનિકેશન રિલે, કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યૂ, નેવલ ગનફાયર સપોર્ટ તથા લોજિસ્ટિક્સ સપોર્ટમાં ઉપયોગી છે. નેવીની આગામી પેઢી માટે યુદ્ધ હેલિકોપ્ટર તરીકે કન્સેપ્ટ ઓફ ઓપરેશન્સનો આધાર ગણાય છે.

ભારતની ધાક વધશે

એમએચ-૬૦ રોમિયા સી-હોક હેલિકોપ્ટરથી અમેરિકા સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થશે. હિન્દ પ્રશાંત અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે ભારત મહત્ત્વનો દેશ છે. અમેરિકી વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ વધેલી ક્ષમતાથી ભારતને પ્રાદેશિક જોખમો સામે લડવામાં મદદ મળશે અને તેની ગૃહ સુરક્ષા મજબૂત થશે.

READ ALSO 

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!