GSTV

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

ગ્લોબલ વોર્મિંગ અને હવામાન ચક્રમાં ફેરફારને કારણે આ વર્ષે માર્ચથી મે સુધી ભારતમાં ગરમીનો પારો તેનો મિજાજ બતાવે તેવી હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. આ દરમિયાન લૂ લાગવાની સંભાવનાઓ પણ સામાન્યથી વધારે રહેશે. હવામાન ખાતા મુજબ દક્ષિણ ભારતના અમુક ભાગો, મધ્ય, પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના વિસ્તારોમાં માર્ચ, એપ્રિલ, મેમાં સામાન્યથી વધારે ગરમી પડશે.

જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના અમુક વિસ્તારોમાં લૂ લાગવાની સંભાવનાઓ વધારે રહેલી છે. આ વિસ્તારોમાં એપ્રિલ મહિના દરમિયાન સરેરાશ તાપમાન કરતા 1થી 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારો જોવા મળી શકે.

ફેબ્રુઆરીથી જ દેશના ઘણા ભાગોમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા સ્થળોએ ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ચુક્યો છે. IMDની રિપોર્ટ મુજબ, ગત વર્ષે અલ નીનોની સ્થિતિ ફેબ્રુઆરીથી જૂન સુધી રહી. આ વર્ષે અલ નીનો ભારતમાં લૂમાં વધારા માટે જવાબદાર પરિબળ બની રહેશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!