GSTV
Home » News » ન્યાય યોજનાથી ભારત ગરીબી મુક્ત દેશોની યાદીમાં આવશે: ડૉ. મનમોહનસિંહ

ન્યાય યોજનાથી ભારત ગરીબી મુક્ત દેશોની યાદીમાં આવશે: ડૉ. મનમોહનસિંહ

શનિવારે ‘ન્યૂનતમ આવક યોજના’ (ન્યાય)ના કોંગ્રેસના વચનની પ્રશંસા કરતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે આ યોજનાના અમલીકરણ પછી, ભારત વિશ્વના ‘ગરીબી મુક્ત’ દેશોની યાદીમાં જોડાઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે ‘ન્યાય’ અમલીકરણમાં, દેશના મધ્યમ વર્ગ પર કોઈ વધારાનો બોજ નહીં હોય અને દેશની નાણાકીય શિસ્ત જાળવાઈ રહેશે.

ડો મનમોહન સિંહે કહ્યું કે ન્યાય યોજના એ એક શક્તિશાળી યોજના છે જે આપણા દેશમાં રહેલી ગરીબીને દૂર કરશે અને અર્થતંત્રને વેગ મળશે.. હું ખુશ છું કે ન્યાય યોજનાને બધા નાગરિકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને આખા દેશમાં આની ચર્ચા થઈ રહી છે. છેલ્લા 70 વર્ષોમાં, ગરીબીને નાબૂદ કરવા અને ગરીબી સ્તરના સુધારવા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ગરીબી સ્તર 70 ટકાથી ઘટીને 20 ટકા રહી ગયો છે. હવે સમય આવી ગયો છે કે આપણે આ બાકી રહેલી ગરીબી દૂર કર કરવાનો સંકલ્પનું પુનરાર્વતન કરીએ

ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ન્યાય યોજના આપણા આર્થિક એન્જિનને ફરિવાર શરૂ કરવામાં મદદ કરશે, જરૂરિયાતમંદ લોકોના હાથમાં પૈસા આવવાથી અર્થવ્યવસ્થામાં માંગનો વધારો થશે અને આર્થિક પ્રવત્તિઓમાં વધારો થવાથી રોજગારીનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નાણાકીય શિસ્ત જાળવવા માટે સમર્પિત છે. ન્યાય યોજનામાં GDPનાં 1.2 ટકાથી લઈ 1.5 ટકાનો ખર્ચ થશે. લગભગ 3 હજાર અરબવાળી આપણી અર્થવ્યવસ્થા આ ખર્ચ સહન કરવા સમક્ષ છે. ન્યાયનાં કારણે મધ્યવર્ગ પર કોઈ વધારાનો બોજ પડશે નહીં

મનમોહન સિંહે કહ્યું હતું કે, “અમે 1991 માં લાઇસન્સ શાસનને સમાપ્ત કર્યું ત્યાર બાદ મનરેગા દ્વારા ભારતના વિકાસનો નવો રેકોર્ડ બનાવ્યા.. તેવી જ રીતે  મને ખાતરી છે કે કોંગ્રેસ પક્ષ ન્યાય યોજનાને સફળતાપૂર્વક અમલમાં મૂકશે અને સામાજિક ન્યાય અને બૌદ્ધિક અર્થતંત્રનો નવો મોડેલ રજૂ કરશે. ” તેમણે કહ્યું,” હું માનું છું કે ન્યાય યોજનાથી ભારત વિકાસનાં માર્ગ આગળ વધશે અને વિશ્વમાં ગરીબી મુક્ત દેશોની યાદીમાં નામ નોંધાવી લેશે. મને આશા છે કે મારી સામે જ દેશ આ સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે.

READ ALSO

Related posts

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધારે ખરાબ હશે તો હું જાતે શ્રીનગરની મુલાકાતે જઈશ

Mayur

ટ્રાફિક ચાલાનનો દંડ ભરવાથી તમે કરી શકો છો ઇનકાર, જાણી લો શું છે તમારા વિશેષ અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!