GSTV

ભારતની આ દેશને ખુલ્લેઆમ ધમકી, અમારા મામલામાં દખલ ના કરો નહીં તો ગંભીર પરિણામો ભોગવશો

કાશ્મીર પર ભારત વિરોધી નિવેદનો આપનાર તુર્કીને વિદેશ મંત્રાલયે ફરી એક વાર ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે બુધવારે સાપ્તાહિક પ્રેસ બ્રિફિગ સમયે કહ્યું કે તુર્કી દ્વારા ભારતના આંતરિક મામલામાં દખલ આપવાના પરિણામો ગંભીર હશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તુર્કી પર અમે પહેલાં જ નિવેદની આપી ચૂક્યા છીએ. અમે તુર્કીના કાશ્મીર મામલા પર દખલ દેવાના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરાઈ છે. ભારત કોઈ પણ દેશનો કાશ્મીર મામલે હસ્તક્ષેપ ઇચ્છતું નથી. તુર્કી દ્વારા અમારા આંતરિક મામલામાં વારંવાર દખલઅંદાજી કરાઈ રહી છે. જેને અમે બર્દાશ્ત નહીં કરીએ. અમે પણ એ જણાવ્યું છે કે આ મામલે દ્રીપક્ષીય સંબંઘો પર ગંભીર અસર પડશે. ભારતે સીધી ધમકી આપવાને બદલે કહ્યું છે કે આપણા જૂના સંબંધોને ધ્યાને રાખીને અમે દરેક શક્ય પગલાં ભરવાનાં પ્રયત્નો કરીશું. તુર્કીએ નક્કી કરવું પડશે કે તેને નિવેદનો આપવા છે કે નહીં. તુર્કીના રાષ્ટ્રપતિ રૈચેપ તૈચ્યપ એર્દોગને પાકિસ્તાનની મુલાકાત સમયે કાશ્મીરની સ્થિતિ પર ચિંતા દર્શાવી હતી. કાશ્મીરીયોના સંઘર્ષની તુલના પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે તુર્કીના લોકોના સંઘર્ષ સાથે કરી હતી.

અર્દોગને પોતાના ભાષણમાં કાશ્મીર મુદ્દાને લઈ અનેક વખત ઉલ્લેખ કર્યો હતો

એર્દોગને પાકિસ્તાની સરકારનો સંસદમાં સંબોધન કરવાનો મોકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે રીતે પાકિસ્તાનના લોકોએ અમારુ સ્વાગત કર્યું ચે, તેમના માટે અમે આભારી છીએ. અહીં પાકિસ્તાનમાં ક્યારેય પણ અજાણ્યુ નથી લાગતું. એવુ લાગે છે અમે અમારા ઘરમાં પોતાના લોકો સાથે છીએ. તેમણે આગળ જણાવ્યું હતું કે, આજે પાકિસ્તાન અને તુર્કી અન્ય દેશ માટે મિસાલ બન્યા છે. જે અનેક દેશો માટે ઈર્ષ્યાનો વિષય છએ. તુર્કી અને પાકિસ્તાનનો ભાઈચારો સાચો છે અને તે ઐતિહાસિક ઘટનાક્રમને મજબૂત બનાવે છે. અર્દોગને પોતાના ભાષણમાં કાશ્મીર મુદ્દાને લઈ અનેક વખત ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણા કાશ્મીરી ભાઈ-બહેન દાયકાઓથી અનેક દુ:ખ દર્દ સહન કરી રહ્યા છે. હાલમાં જ એકતરફી કરેલા નિર્ણયે તેમના દુ:ખમાં વધારો કર્યો છે.

તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમના દેશે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કાશ્મીર મુદ્દે સંવેદનશીલ વલણ અપનાવ્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દો સંઘર્ષ અને દમનથી ઉકેલ નહીં આવે, પણ ન્યાય અને પારદર્શિતાથી તેનુ સમાધાન આવશે. આવું સમાધાન જ તમામના હિતમાં છે. તુર્કીના રાષ્ટ્રપતિએ તુર્કી અને પાકિસ્તાનની દોસ્તીની મિસાલ રજૂ કરી હતી અને કહ્યું હતું કે, અતિતમાં પાકિસ્તાને હંમેશા તેમનો સાથ આપ્યો છે.

પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભંડોળ એકઠુ કરી આપ્યું હતું

1915ના યુદ્ધનો ઉલ્લેખ કરતા અર્દોગને કહ્યું હતું કે, જ્યારે અમે ડાર્ડેનેલ્સ સ્ટ્રેરને બચાવવાનો જંગ લડી રહ્યા હતા, ત્યારે 6 હજાર કિમી દૂર લાહોર સ્કોયરમાં અમારા સમર્થનમાં એક રેલી થઈ હતી. લાહોરની આ રેલીમાં ઐતિહાસિક સંખ્યામાં લોકો જોડાયા હતા. બ્રિટિશ શાસનના દબાવ બાદ પણ પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભંડોળ એકઠુ કરી આપ્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિએ સંસદમાં જણાવ્યું હતું કે, વ્હાલા ભાઈ-બહેનો આપણી આ મહોબ્બતને ક્યારેય નહીં ભૂલીએ. તુર્કીના કૈનાકલેમાં જે સો વર્ષ પહેલા થયું હતું, તેવું જ કાશ્મીરમાં પણ કરી શકાય. તુર્કી આ દમન સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિએ આગળ જણાવ્યું હતું કે, આપણી આ દોસ્તી શરતો પર નહીં પણ પ્રેમ પર આધારિત છે. આજે કાશ્મીરનો મુદ્દો જેટલો તમારા દિલની નજીક છે, એટલો જ અમારા દિલની પણ નજીક છે. ભવિષ્યમાં પણ અમે પાકિસ્તાનને સમર્થન આપતા રહીશું.

Related posts

અમદાવાદ બાદ આ શહેરમાં તો એક જ વિસ્તારમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા, નવુ હોટસ્પોટ જાહેર

Mansi Patel

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 50 કેસથી મચ્યો હડકંપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!