વેસ્ટ ઈન્ડિઝના ટેલએન્ડર મિગેલ કમિંસે ક્રિકેટ રેકોર્ડ બુકમાં એક અલગ રીતે પોતાનું નામ નોંધાવ્યું છે. આ એક એવો રેકોર્ડ છે જેના વિશે ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું હશે. શનિવારે વેસ્ટ ઈન્ડિઝ અને ભારતની વચ્ચે ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ હતો. આ સમયે મિગેલ ક્રીઝ પર બેટીંગ કરવા માટે ઉતર્યો. કમિંસની સામે વિન્ડીઝ ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર હતો.

મિગેલ કમિંસ કુલ 1 કલાક 35 મિનિટ સુધી બેટીંગ કરતો રહ્યો પણ એક રન ન કર્યો. ઉપરથી ઝીરો રન પર આઉટ પણ થયો. એટલે કે આ સમયે તેના બેટમાંથી એક પણ રન ન નીકળ્યો. આ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની બીજી સૌથી લાંબી ઈનિંગ હતી. જ્યાં એક બેટ્સમેન આટલા કલાક સુધી રમવા છતાં એક રન પણ ન કરી શક્યો.


આ પહેલા અજબ ગજબ જેવો લાગતો આ કિર્તીમાન જેફ એલ્લોટના નામે હતો. જે 101 મિનિટ સુધી ક્રિઝ પર ટક્યો હતો. 1999ની સાલમાં દક્ષિણ આફ્રિકા સામે ઓકલેન્ડમાં રમતા તેણે આ કારનામો કરી બતાવ્યો હતો. ભારતીય બેટ્સમેનોને પૂંછડીયા બેટ્સમેનોએ પરેશાન કર્યા હતા. જેથી છેલ્લી બે વિકેટ લેવા માટે બોલરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.

આ સમયે કમિંસ અને હોલ્ડરે 9મી વિકેટ માટે ભાગીદારી નોંધવતા 41 રનની પાર્ટનરશીપ કરી. નિયમ પ્રમાણે કમિંસનો એક પણ રન નહોતો. જ્યારે ત્રીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 222 રન પર પવેલિયન પરત ફરી હતી. 174 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ વિન્ડિઝની 179 રનમાં જ 8 વિકેટ પડી ગઈ હતી. ભારત તરફથી ઈશાંત શર્માએ શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું, પણ કમિન્સ ટીમ માટે માથાના દુખાવા સમાન બન્યો હતો. તેણે પૂરી 95 મિનિટ સુધી બેટીંગ કરી હતી.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો