GSTV

IND vs WI : પૃથ્વી શૉનું ‘વિરાટ’ ડેબ્યૂ, પહેલી જ ટેસ્ટમાં ફટકારી શાનદાર સદી

Last Updated on October 4, 2018 by Bansari

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. મેચની શરૂઆતમાં પૃથ્વી શો અને કેએલ રાહુલ બેટિંગ કરવા ક્રિઝ પર ઉતર્યા હતા. ડેબ્યૂ મેચમાં પૃથ્વીએ  સદી ફટકારી છે.

ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી છે અને ફક્ત 3 રનના ટોટલ સ્કોર પર લોકેશ રાહુલ પેવેલિયન ભેગો થઇ ગયો છે. તેણે શેનોન ગેબ્રિએલે એલબીડબલ્યૂ આઉટ કર્યો છે. લોકેશ રાહુલ શૂન્ય રન પર આઉટ થઇ ગયો છે.

ગત 24 વર્ષમાં ભારતમાં એકપણ ટેસ્ટ જીતી નથી શકી વેસ્ટઇન્ડિઝની ટીમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક તબક્કે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો દબદબો હતો અને તેમની સામે વિજય મેળવવો તે ‘મિશન ઇમ્પોસિબલ’  જ ગણવામાં આવતું હતું. જોકે, એક પછી એક સ્ટાર પ્લેયર્સની નિવૃત્તિ અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડમાં દૂરંદેશીપણાના અભાવને લીધે કેરેબિયન ટીમની પડતીનો જે પ્રારંભ થયો છે તે હજુ સુધી અટક્યો નથી.

હાલ સ્થિતિ એ છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારત સામે ૨૦૦૨ બાદ ટેસ્ટ વિજય મેળવ્યો નથી. આટલું જ નહીં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારતમાં ટેસ્ટ મેચ જીતી હોય તેવું છેલ્લે ૧૯૯૪માં બન્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે છેલ્લે મે ૨૦૦૨માં વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે કુલ ૧૯ ટેસ્ટ રમાઇ છે. જેમાંથી ભારતનો ૧૦માં વિજય થયો છે જ્યારે ૯ ટેસ્ટ ડ્રો રહી છે. ભારતે આ ૧૦માંથી ૫ ટેસ્ટમાં એક ઇનિંગ્સથી વિજય મેળવ્યો છે. જેના ઉપરથી ભારતીય ક્રિકેટના પ્રભુત્વનો અંદાજ આવી શકે છે. વિન્ડીઝની ટીમ ભારતમાં કુલ ૪૫ ટેસ્ટ રમી છે. જેમાંથી તેનો ૧૧મા પરાજય-૧૪મા વિજય થયો છે જ્યારે ૨૦ ટેસ્ટ ડ્રો રહી છે.

વિન્ડીઝની ટીમ ભારતમાં છેલ્લે ૨૦૧૩માં ટેસ્ટ શ્રેણી રમવા આવી તે સચિન તેંડુલકરની ફેરવેલ સિરીઝ તરીકે વધુ યાદ રાખવામાં આવે છે. આ ટેસ્ટશ્રેણીની બંને ટેસ્ટમાં ભારતનો ઇનિંગ્સથી વિજય થયો હતો.

૧૯૪૮થી ૧૯૮૮ સુધી વેસ્ટ ઇન્ડીઝનો દબદબો
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કુલ ૯૪ ટેસ્ટ રમાઇ છે. જેમાંથી ભારતનો ૧૮મા જ્યારે વેસ્ટ ઇન્ડીઝનો ૩૦મા વિજય થયો છે. બંને ટીમ વચ્ચે સૌપ્રથમ ટેસ્ટ મેચ ૧૦ નવેમ્બર ૧૯૪૮ના દિલ્હી ખાતે રમાઇ હતી. જોકે, ભારતને વેસ્ટ  ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ વિજય માટે ૧૯૭૧ સુધી રાહ જોવી પડી હતી. ૧૯૪૮થી ૧૯૮૮ એમ ૪૦ વર્ષમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ૫૭ ટેસ્ટમાંથી ભારતનો પાંચમાં વિજય અને ૨૩માં પરાજય થયો હતો.

૧૯૮૮થી ૨૦૧૮માં ભારતનું પ્રભુત્વ
૧ જાન્યુઆરી ૧૯૮૮થી ૧ જાન્યુઆરી ૨૦૧૮ એમ ૪૦ વર્ષના બીજા તબક્કામાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. આ સમયગાળામાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ૩૭ ટેસ્ટમાંથી ભારતનો ૧૩મા વિજય, ૭મા પરાજય હતો જ્યારે ૧૭ ટેસ્ટ ડ્રો રહી હતી. ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કુલ ૨૨ ટેસ્ટશ્રેણી રમાઇ છે. જેમાંથી ભારતનો ૮મા, વિન્ડીઝનો ૧૨મા વિજય થયો છે જ્યારે બે શ્રેણી ડ્રો રહી છે. બંને ટીમ વચ્ચેની પ્રથમ પાંચ ટેસ્ટ શ્રેણી (૧૯૪૮થી ૧૯૬૬)માં વિન્ડીઝનો જ્યારે અંતિમ ૬ ટેસ્ટ શ્રેણી (૨૦૦૨થી ૨૦૧૬)માં ભારતનો વિજય થયો છે.

વિન્ડીઝે છેલ્લે ૧૯૯૪માં ભારતમાં ટેસ્ટમેચ જીતી ત્યારે

– વિન્ડીઝનો કેપ્ટન કર્ટની વોલ્શ જ્યારે ભારતનો કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતો.
– ભારતની ટીમમાં મનોજ પ્રભાકર, નવજોતસિંહ સિધુ, સંજય માંજરેકર, સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, નયન મોંગિયા, શ્રીનાથ, આશિષ કપૂર, અનિલ કુંબલે, વેંકટપતિ રાજુનો જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં બ્રાયન લારા, ફિલ સિમોન્સ, કિથ આથર્ટન, કાર્લ હૂપર, કેમરૃન કફી, જીમી એડમ્સ, ફિલ સિમોન્સનો સમાવેશ થતો હતો.
– હાલના ભારતીય ટીમના કેપ્ટન કોહલીની ઉંમર ૬ વર્ષ જ્યારે વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસોન હોલ્ડરની ઉંમર ૩ વર્ષ હતી.
– ભારતના વડાપ્રધાન તરીકે પી.વી. નરસિંહા રાવ, રાષ્ટ્રપતિ તરીકે શંકરદયાલ શર્મા હતા.
– ૨૦ મેના સુષ્મિતા સેન મિસ યુનિવર્સ જ્યારે ૧૯ નવેમ્બરના ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની હતી.
– હમ આપ કે હૈ કોન ફિલ્મ રૃ. ૧૨૭.૯૬ કરોડ સાથે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.
– સેન્સેક્સ ૩ હજારથી ૪ હજાર વચ્ચે રહેતો હતો.

Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!