GSTV

પૃથ્વી શૉની બેટિંગ જોઈને ખુશ થયો કેપ્ટન વિરાટ કોહલી, જાણો શુ કહ્યું

સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 272 રનથી હરાવ્યું. આ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરનારી ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવી 649 રન બનાવી પોતાની ઈનિંગ જાહેર કરી હતી. જવાબમાં બેટિંગ કરવા માટે ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 181 રન બનાવી ઓલઆઉટ થઈ. ત્યારબાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને ફૉલોઑન માટે બોલાવી. બાદમાં ફરી એક વખત વેસ્ટ ઈન્ડિઝની ટીમ 196 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારત તરફથી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનાર પૃથ્વી શૉએ 134, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 139, રવિન્દ્ર જાડેજાએ અણનમ 100, રિષભ પંતે 92 અને ચેતેશ્વર પૂજારાએ 86 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી. પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શૉને મેન ઑફ ધ મેચ પુરસ્કારથી નવાજવામાં આવ્યો. પૃથ્વી શૉએ 154 બોલમાં તાબડતોબ 134 રનની ઈનિંગ રમી હતી. આ દરમ્યાન તેમણે 19 ચોગ્ગા ફટકાર્યા.

યુવાન બેટ્સમેન પૃથ્વી શૉની ધારદાર ઈનિંગના કેપ્ટન વિરાટ કોહલીએ ભરપેટ વખાણ કર્યા હતાં. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, હું ભારતીય ટીમના મજબૂત પ્રદર્શનથી ખુશ છું. ખાસ કરીને વિરાટ કોહલીએ પૃથ્વી શૉ અને રવિન્દ્ર જાડેજાના ભરપેટ વખાણ કર્યા હતાં. વિરાટે કહ્યું કે પૃથ્વી શૉએ તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન તરીકે આ મારા માટે ખૂબ સારી બાબત છે. તો વિરાટે રવિન્દ્ર જાડેજાના પણ ભરપેટ વખાણ કર્યા હતાં.

 

View this post on Instagram

 

Top win and top knock from this youngster! ??@prithvishaw #INDvsWI

A post shared by Virat Kohli (@virat.kohli) on

Related posts

પંજાબમાં ચોર બીમાર પડતા લઈ જવાયો હોસ્પિટલ, રિપોર્ટ આવતા પોલીસ સ્ટેશનમાં મચ્યો હડકંપ

Nilesh Jethva

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

Pravin Makwana

સાપના સૂપ માટે જાણીતી હતી આ ફેમસ રેસ્ટોરન્ટ, આ કારણે હવે નથી આવતું એક પણ ગ્રાહક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!