અજિંક્ય રહાણેની (103) શાનદાર સેન્ચુરી અને વિરાટ કોહલીની (87) રનની ઇનિંગ પછી ભારતે વેસ્ટ ઇન્ડિઝને 105 રનથી હરાવી દીધુ. બીજી વનડેમાં ભારતે 43 ઓવરોમાં 5 વિકેટે 310 રન બનાવ્યા હતા. જ્યારે ટાર્ગેટનો પીછો કરી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 43 ઓવરોમં 5 વિકેટે 205 રન જ કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની તરફથી હોપને સૌથી વધારે 81 રન બનાવ્યા, જ્યારે કુલદીય યાદવે 3, ભુવનેશ્વર કુમારે 2 અને આર.અશ્વિને 1 વિકેટ લીધી હતી. જ્યારે અજિંક્ય રહાણેની શાનદાર બેટિંગને કારણે તેણે મેન ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો.
પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચ 43-43 ઓવરની હતી. મેચ પહેલા થયેલા વરસાદને કારણે ટોસ લગભગ 2 કલાક મોડો થયો, ત્યારબાદ ઓવરોની સંખ્યા ઘટાડવામાં આવી. ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમના શિખર ધવન (63) અને અજિંક્ય રહાણેની જોડીએ ફરીએક વખત શાનદાર શરૂઆત કરી હતી. અજિંક્ય રહાણે બેટિંગ કરીને સેન્ચુરી કરી, આ સેન્ચુરી રહાણેની વનડે કરિયરની ત્રીજી સેન્ચુરી છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ઘમાં રહાણેની પહેલી સેન્ચુરી હતી. કેપ્ટન કોહલીએ 87 રનની ઇનિંગ રમી હતી. ધોની (13) અને કેદાર જાધવ (13) નોટ આઉટ રહ્યા. અલ્જારી જોસેફે 2 તો જેસન હોલ્ડર, એશ્લે નર્સ અને મિગુલ કંમિસે 1-1 વિકેટ લીધી.
ટાર્ગેટનો પીછો કરી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પહેલી જ ઓવરમાં ભુવનેશ્વર કુમારે કાયરન પૉવેલની વિકેટ ઝડપી લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝ હજુ ક્રીઝ પર કંઇ રમે તે પહેલા જ ભુવનેશ્વર કુમારે જેસન મોહમ્મદને ઝીરો પર આઉટ કરીને પિવેલિયન ભેગો કરી દીધો. શાઇ હોપ્સ શાઈ હોપે સૌથી વધુ 81 રન કર્યા. બીજી તરફ રોસ્ટન ચેજ 33* અને જેસન હોલ્ડરે 29 રન કર્યા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 43 ઓવરમાં માત્ર 205 રન કરી શકી હતી. આ જીત પછી ભારતની ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.