GSTV

IND vs WI: બીજા દિવસના અંત સુધીમાં ભારતના 308-4, રહાણે-પંતની અર્ધસદી

Last Updated on October 13, 2018 by

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાય છે. ભારતીય ટીમે બીજા દિવસે રમત પૂર્ણ થાય ત્યાં સુધીમાં પોતાની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટના નુકસાને 308 રન બનાવ્યાં છે. ઋષભ પંત (85) અને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે (75) બનાવી નોટ આઉટ પરત ફર્યા છે. આ બંને સિવાય પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા પૃથ્વી શૉએ 70 રનની શાનદાર ઈનિંગ રમી છે. આ અગાઉ બીજા દિવસે ભારતે પ્રવાસી ટીમ વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઈનિંગમાં 311 રન આપી પેવેલિયન ભેગી કરી દીધી હતી. પ્રથમ ઈનિંગના હિસાબથી ભારતીય ટીમ માત્ર 3 રન પાછળ છે. ભારતીય ટીમ ત્રીજા દિવસે મેદાનમાં જ્યારે ઉતરશે ત્યારે વધુમાં વધુ રન કરીને ટીમ મજબૂત સ્થિતિમાં ઉભી રહે તેવો પ્રયાસ રહેશે.

પૃથ્વી શૉની ધમાકેદાર બેટિંગ

આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ 311 રન પર ઓલઆઉટ થયા બાદ પૃથ્વી શૉ અને કેએલ રાહુલે પોતાના દાવની શરૂઆત કરી. 8 ઓવર સુધી બંને બેટ્સમેનોએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 61 રન જોડ્યા હતાં. ધૈર્ય રાખી પોતાની રમતને આગળ વધારી રહેલા કેએલ રાહુલને જેસન હોલ્ડરે બોલ્ડ કરી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. પરંતુ પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા પૃથ્વીએ પોતાની નૈસર્ગિક રમત શરૂ કરી માત્ર 39 બોલમાં અર્ધસદી ફટકારી હતી.

ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ ઈનિંગના સ્કોરથી અત્યારે ફક્ત ત્રણ રન પાછળ છે. ઋષભ પંતે 85 અને અજિંક્ય રહાણેએ 75 રન બનાવ્યા હતાં. એક સમયે ભારત સંકટમાં દેખાઈ રહ્યું હતું, પરંતુ રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી છે. પંતે પોતાના દાવમાં અત્યાર સુધી 120 બોલ રમ્યા છે અને 10 બાઉન્ડ્રી સાથે 2 છગ્ગા માર્યા છે.

રહાણેએ અત્યાર સુધી 174 બોલનો પ્રતિકાર કર્યો છે અને 6 છગ્ગા લગાવ્યા છે. ભારત તરફથી યુવા બેટ્સમેન પૃથ્વી શૉએ ફરી એક વખત પ્રભાવિત કર્યા અને 70 રનની મજબૂત ઈનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા. વિન્ડિઝ તરફથી હોલ્ડરે 2 વિકેટ લીધી હતી. શેનૉન ગ્રેબિએલ અને જોમેલ વારિકેને 1-1 વિકેટ લીધી હતી.

Related posts

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!