GSTV

પહેલીવાર ધોની વિના T-20 રમશે ભારતીય ટીમ, આ ખેલાડીઓ છે ટીમમાં…

Last Updated on November 4, 2018 by Mayur

કલકત્તામાં થનારા પહેલા ટી ટ્વેન્ટી મુકાબલમાં ભારતીય ટીમનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ભારત સામે અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ ટીમનું કંઇ ખાસ પ્રદર્શન નથી રહ્યું. જો કે કેટલાક ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી આકર્ષિત કર્યા હતા. પરંતુ ક્રિકેટ એ ટીમની રમત છે કોઇ એક ખેલાડીની નહીં. આમ વેસ્ટ ઇન્ડિઝને વનડે હારવાનો વારો આવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમને છેલ્લી વનડેમાં મળેલી સૌથી મોટી હાર બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે. ત્યારે પહેલીવાર ભારત પણ મહેન્દ્રસિંહ ધોની વિના ટ્વેન્ટી રમશે.

ભારતીય ટીમ પહેલીવાર મેદાનમાં મહેન્દ્રસિંહ ધોની વિના વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ટી ટ્વેન્ટી મેચ રમાવા માટે મેદાનમાં ઉતરશે. આ પહેલા ધોનીની આગેવાની હેઠળ ભારતે 2007માં પહેલો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય વિદેશમાં પણ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. પરંતુ આ વખતે ભારતે ધોની વિના રમવાનો નિર્ણય કર્યો છે. સિલેક્ટર્સના આ નિર્ણયના કારણે ફેન્સે પણ તેની ઘણી આલોચના કરી હતી.

2007થી 2017 સુધીમાં ભારતે ઘરઆંગણે 31 ટી ટ્વેન્ટી મેચ રમ્યા છે. અને આ તમામ મુકાબલાઓમાં ધોની ટીમમાં હતો જ. જો કે વિરાટ કોહલી અને બાદમાં સિલેક્ટર પ્રસાદે કહ્યું કે, ધોની હંમેશાથી ટીમનો અભિન્ન હિસ્સો રહ્યો છે.

આ પહેલા કલકત્તામાં રમાનાર આ મેચ માટે ભારતે પોતાના બાર ખેલાડીઓ પર પસંદગીની મહોર પણ મારી લીધી છે. જેમાં કૃણાલ પંડ્યા અને અહેમદ ખલીલનો પણ સમાવેશ થાય છે.

ભારતીય ખેલાડીઓ પર નજર કરવામાં આવે તો… રોહિતશર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકિપર) મનીષ પાંડે, દિનેશકાર્તિક, ક્રૃણાલ પંડ્યા, કુલદિપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલઅહેમદ, યુજવેંન્દ્ર ચહલ જેવા યુવા ક્રિકેટરોની ફોજ છે.

READ ALSO

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!