GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

INDvsWI: વેસ્ટઇન્ડીઝને ધૂળ ચટાડી સીરીઝ પર કબજો કરવા ઉતરશે ‘વિરાટ સેના’

કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આજે વિન્ડિઝ સામેની શ્રેણીની ત્રીજી અને આખરી વન ડે રમવા ઉતરશે, ત્યારે તેમની નજર કેરિબિયન હરિફ સામે સતત નવમી વન ડે શ્રેમી જીતવા તરફ રહેશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની પ્રથમ વન ડે વરસાદે ધોઈ નાંખી હતી, જે પછી બીજી વન ડેમાં ભારતે ડકવર્થની મદદથી ૫૯ રનથી જીતી લીધી હતી. હવે ભારતીય ટીમ આવતીકાલે રમાનારી શ્રેણીની ત્રીજી વન ડેમાં વિજય મેળવવા માટે હોટફેવરિટ મનાય છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશનમાં પરીવર્તન નહી કરે તે નક્કી લાગી રહ્યું છે, પણ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પર લાંબી ઈનિંગ રમવાનું દબાણ સર્જાયું છે. ધવન વિન્ડિઝ પ્રવાસમા ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. ભૂતપૂર્વ દિગ્ગજોની નારાજગી છતાં કેપ્ટન કોહલી ચોથા ક્રમના બેટ્સમેન તરીકે પંતને તક આપવાનું જારી રાખશે તેવા સંકેત પણ ટીમ મેનેજમેન્ટે આપ્યા હતા. ત્રણ વન ડેની શ્રેણીમાં ૦-૧થી પાછળ પડેલી વિન્ડિઝની ક્રિકેટ ટીમને આવતીકાલે અણધારી જીત સાથે શ્રેણીમાં બરોબરી મેળવવાની આશા છે.

Sanjay Jagdale world cup

ક્વિન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં આજે ભારતીય સમય પ્રમાણે સાંજે ૭વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ભારતીય ટીમમાં ઓપનર શિખર ધવન ભારે દબાણ હેઠળ છે. ધવને વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાં અનુક્રમે ૧, ૨૩, ૩ રન કર્યા હતા. જ્યારે બીજી વન ડેમાં તે માત્ર બે રન કરી શક્યો હતો. ઈજાના કારણે વર્લ્ડ કપ અધૂરો છોડયા બાદ ધવનને વિન્ડિઝ પ્રવાસથી પુનરાગમન કર્યું હતુ, પણ તે હજુ અડધી સદી પણ ફટકારી શક્યો નથી. ધવન ટેસ્ટ ટીમમાં સામેલ નથી આ કારણે તેની પાસે આવતીકાલની વન ડે આખરી તક સમાન છે. હોલ્ડરની આગેવાની હેઠળની કેરિબિયન ટીમને વિનિંગ કોમ્બિનએશનની તલાશ છે. વિન્ડિઝના યુવા ખેલાડીઓ કમાલ દેખાડી શક્યા નથી. આવી સ્થિતિમાં વિદાય લઈ રહેલા વિન્ડિઝના ધુરંધર બેટસમેન ગેલે જ વધુ જવાબદારી સાથે બેટીંગ કરવી પડશે તેમ લાગી રહ્યું છે. હોલ્ડરની કેપ્ટન્સી હેઠળની ટીમના ફાસ્ટરો રોચ-કોટ્રેલ તેમજ થોમસે વધુ આક્રમક બનવું પડશે તેમ લાગી રહ્યું છે.

પંત અને ઐયર વચ્ચે ચોથા ક્રમે બેટીંગમાં ઉતરવા સ્પર્ધા

વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હાર બાદ ભારતે ચોથા ક્રમના બેટ્સમેનની તલાશ શરૃ કરી દીધી છે. કેપ્ટન કોહલી અને શાસ્ત્રીનું ટીમ મેનેજમેન્ટ યુવા વિકેટકિપર બેટ્સમેન પંતને ચોથા ક્રમે અજમાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જોકે ગાવસ્કર ચોથા ક્રમના બેટ્સમેન તરીકે પંત કરતાં ઐયરને ચડિયાતો માને છે. પંતને બીજી વન ડેમાં કોહલીએ ચોથા ક્રમે ઉતાર્યો હતો. જોકે તે ૨૦ રનમાં જ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. જ્યારે પાંચમા ક્રમે ઉતરેલા ઐયરે જવાબદારીભરી ઈનિંગ રમતાં ૬૮ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા. પંતની બેટીંગ દર્શનીય હોય છે, પણ તેનામાં જવાબદારીનો અભાવ જોવા મળે છે. ઘણી વખત તે બેજવાબદારીભર્યા સ્ટ્રોક ફટકારવામાં વિકેટ ફેંકી દેતો હોય છે. આવી પરિસ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટ પંતમાં જ ભરોસો જારી રાખે છે કે, ઐયરને તક આપે છે, તે જોવાનું રહેશે.

સૈનીને તક મળી શકે : ચહલને પણ પુનરાગમની આશા

ભારતીય ટીમ મેનેજમેન્ટ વિન્ડિઝ સામેની શ્રેણીની ત્રીજી અને આખરી વન ડેમાં યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીને તક આપે તેવી શક્યતા છે. સૈનીએ ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હવે તે વન ડેમાં પણ પોતાનો પ્રભાવ પાડવા માટે તૈયારી કરી રહ્યો છે. ભારતના ટોચના બે ફાસ્ટ બોલરો – ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીએ શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ખલીલ અહમદે પણ પોતાનો આગવો પ્રભાવ પાડયો હતો. વિન્ડિઝ પ્રવાસમાં મર્યાદિત ઓવરોની આખરી મેચમાં કેપ્ટન કોહલી યુવા ફાસ્ટર સૈનીને અજમાવીને તેને આગામી સિરીઝ માટે દાવેદારી રજુ કરવાની તક આપી શકે તેમ છે. સૈનીની સાથે ટીમ ઈન્ડિયાના યુવા ઓફ સ્પિનર ચહલ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાનો દાવેદાર મનાય છે. કુલદીપ યાદવ અને જાડેજાને સતત તક મળી છે. આવી સ્થિતિમાં ભારત કુલદીપને બદલે ચહલને તક આપી શકે છે.

ગેલની સંભવતઃ ફેરવેલ વન ડે : વિન્ડિઝનો બેટ્સમેનો પર મદાર

વિન્ડિઝનો ધુરધંર બેટ્સમેન ક્રિસ ગેલ કારકિર્દીની આખરી વન ડે રમવા ઉતરશે. ત્યારે વિન્ડિઝના ક્રિકેટરો તેને વિજયની સાથે વિદાય આપવાનો પ્રયાસ કરશે. વિન્ડિઝે શ્રેણીમાં બરોબરી મેળવવી હોય તો આવતીકાલે જીતવું જરુરી છે અને આ માટે ટીમના બેટ્સમેનોએ વધુ સારો દેખાવ કરવો પડશે. શાઈ હોપ, હેતમાયેર અને નિકોલ્સ પૂરણ જેવા બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે લાંબી ઈનિંગ રમવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરવું પડશે. વિન્ડિઝની બોલિંગનો મદાર તો રોચ, હોલ્ડર, કિમો પોલ, કોટ્રેલ, બ્રાથવેઈટ તેમજ થોમસ પર વિશેષ રહેશે. હવામાન ખાતાએ વરસાદની આશંકા વ્યક્ત કરી છે, ત્યારે ટોસ જીતનારી ટીમ હરિફને બેટીંગમાં ઉતારવાનો પ્રયાસ કરશે તે નક્કી મનાય છે. 

ભારત :

રોહિત, ધવન, કોહલી (કેપ્ટન), રાહુલ, ઐયર, પાંડે, પંત (વિ.કી.), જાડેજા, ચહલ, જાધવ, શમી, બી.કુમાર, ખલીલ, નવદીપ સૈની.

વિન્ડિઝ :

હોલ્ડર (કેપ્ટન), ગેલ, લુઈસ, કેમ્પબેલ, હોપ, હેતમાયેર, પૂરણ, ચેઝ, એલન, બ્રાથવેઈટ, પોલ, કોટ્રેલ, થોમસ, રોચ.

Read Also

Related posts

Facebook બંધ કરી રહ્યુ છે TikTok જેવી પોતાની એપ્લીકેશન, Instagram આવ્યું નવુ ફીચર્સ

Ankita Trada

રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં આ તારીખે મેઘરાજાની થશે એન્ટ્રી

pratik shah

વિરમગામ નગર પાલિકામાં સ્થાનિકોનો ભારે હોબાળો, ગટર ઉભરાવાની સમસ્યાથી છે પરેશાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!