GSTV

વનડે સિરીઝ/ ભારતે કોલંબોમાં રમાયેલી પ્રથમ વન ડેમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું, આ ક્રિકેટર રહ્યો જીતનો હિરો

વનડે

Last Updated on July 19, 2021 by Damini Patel

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાયેલી ત્રણ વનડે સિરીઝની પહેલી વન ડે મેચ જીતી લીધી છે. ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે, આ સાથે જ શિખર ધવનની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇન્ડીયાએ સિરીઝમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને શ્રીલંકા એ બેટીંગ પસંદ કરી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. ભારતે 36 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ધવન 86 રન બનાવીને જીત્યા બાદ જ પરત ફર્યો હતો. ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી હતી. ડેબ્યૂટન્ટ ઇશાન કિશન અને કેપ્ટન ધવને શાનદાર ફીફટી લગાવી હતી. ભારતે 14 ઓવરની રમત બાકી રાખીને જીત મેળવી છે.

આ ભારતીય બેટ્સમેનો આક્રમક રમત

પૃથ્વી શો અને ઇશાન કિશને જીતનો પાયો નાંખ્યો હતો. જેને કેપ્ટન શિખર ધવને પાર પાડવામાં સફળતા મેળવી હતી. ભારતીય બેટ્સમેનોએ શરુઆત થી જ આક્રમક રમત રમી હતી.

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ વનડેમાં 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. 8 નંબર પર ઉતરનાર ચામિકા કરુનારાત્ને સૌથી વધુ અણનમ 43 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવ, લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર દિપક ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પણ એક-એક વિકેટ મળી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર એક પણ વિકેટ લઈ શક્યો નહીં.

ભારતની ટીમ 11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, ઇશાન કિશન (વિકેટ કિપર),મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

શ્રીલંકાની ટીમ 11 : દસુન શનાકા (કેપ્ટન), અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટ કિપર), ભાનુકા રાજપક્ષે, ધનંજય ડી સિલ્વા, ચરીટ અસલાન્કા, વાનીંદુ હસારંગા, ચામિકા કરુનારાત્ને, દુષ્યંત ચમિરા, લક્ષ્મંથ સંદકન, ઇસુરુ ઉદના.

Read Also

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!