GSTV

Video: કોહલીએ ઇશાંતના કાનમાં ફૂંક્યો જાદુઇ મંત્ર, બીજા જ બોલ પર આઉટ થઇ ગયો સાઉથ આફ્રિકાનો બેટ્સમેન

Last Updated on October 4, 2019 by Karan

વિરાટ કોહલી દેશનો જ નહી પરંતુ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે પરંતુ સાઉથ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીની દમદાર કેપ્ટન્સી જોવા મળી. ત્રણ મેચની સીરીઝની પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ સ્થિતિને પરખતા એવો  નિર્ણય લીધો, જેના કારણે દુનિયાભરમાં તેની વાહવાહી થઇ રહી છે. જો કે કોહલી તેને લાયક પણ છે કારણ કે કોહલીના આ નિર્ણયના કારણે ભારતીય ક્રિકેટ ટીમને આ મેચમાં ટેંબા બાવુમાની વિકેટ મળી.

હકીકતમાં સાઉથ આફ્રિકાની ઇનિંગની 27 ઓવર થઇ હતી. ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ છેલ્લી ઓવરના ચાર બોલ ઑફ સ્ટંપની બહાર કાઢી, જેથી સાઉથ આફ્રિકાના બેટ્સમેન ટેંબા બાવુમાને કોઇ મુશ્કેલી ન આવી. તે બાદ 27મી ઓવરના પહેલા બોલને ઇશાંતે ઑફ સ્ટંપની બહાર અંદર તરફ નાંખ્યો. ફાસ્ટ સ્વિંગ થતાં આ બોલ બાવુમાના પેડ પર વાગ્યો અને અમ્પાયરે તેને એલબીડબ્યુ આઉટ આપ્યો. બાવુમાએ સાથી બેટ્સમેન ડીન એલ્ગર સાથે વિચાર વિમર્શ બાદ રિવ્યૂ ન લેવાનો નિર્ણય લીધો. તે 18 રન બનાવીને આઉટ થયો.

રિપ્લેમાં જોઇ શકાય છે કે આ બોલને નાંખતા પહેલા વિરાટ કોહલી ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પાસે ગયો અને તે કેટલીક સલાહ આપી. હકીકતમાં વિરાટે ઇશાંતને કહ્યું કે, ઑફ સ્ટંપની બહારથી અંદર તરફ લઇ આવ. જો કે ટીમ ઇન્ડિયા માટે ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં આ એક સફળતાની પળ હતી. સાઉથ આફ્રિકાએ આ સત્રમાં કોઇ વિકેટ ગુમાવી નથી. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં સાત વિકેટ પર 502 રન બનાવીને ઘોષણા કરી. ટીમ તરફથી મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી જ્યારે રોહિત શર્માએ સદી ફટકારી.

Read Also

Related posts

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk

ગંભીર આડઅસર / ઓમીક્રોન શરીરના આ ભાગને બનાવે છે નબળો, જાણો શું કહે છે તજજ્ઞો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!