GSTV
Home » News » આજે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી : રાહુલ અંગે પ્રશ્નાર્થ

આજે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી : રાહુલ અંગે પ્રશ્નાર્થ

ભારતીય પસંદગીકારો આવતીકાલે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટેસ્ટની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે, ત્યારે ઓપનર તરીકે લોકેશ રાહુલને ટીમમાં સ્થાન મળે છે કે નહી તેના પર બધાની નજર રહેશે. તાજેતરના વિન્ડિઝ પ્રવાસમાં ઓપનર તરીકેની રાહુલની નિષ્ફળતાને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ચિંતાનું કારણ ગણાવતા ટીમ પસંદગી અંગે સંકેત આપ્યો હોવાનું મનાય છે. આમ છતાં ભારતીય ક્રિકેટ વર્તુળો માની રહ્યા છે કે, રાહુલને ટીમમાથી તો પડતો મૂકવામા આવે તેવી સંભાવના જ નથી. શિખર ધવનને પણ ફરી ટેસ્ટ ક્રિકેટમા તક આપવામાં આવી શકે છે. જોકે ભારતીય પસંદગીકારો પાસે મીડલ ઓર્ડરમાં પરીવર્તનની હાલ કોઈ શક્યતા દેખાતી નથી.ખાસ કરીને વિન્ડિઝ પ્રવાસ દરમિયાન મીડલ ઓર્ડરમાં વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણે અને યુવા બેટ્સમેન હનુમા વિહારીએ જે પ્રકારનું પર્ફોમન્સ આપ્યું છે, તેને જોતાં ઓપનિંગ બાદના ચાર સ્થાન તો નક્કી જેવા જ મનાય છે.

વિન્ડિઝ પ્રવાસમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પસંદગીકારોએ આરામ આપ્યો હતો. જે હવે ફિટ થઈ ગયો છે અને પુનરાગમન માટે સજ્જ છે. હાર્દિકે કહ્યું હતુ કે, મેં બ્રેક દરમિયાન મારી ફિટનેસમાં સુધારો કરવા માટે સખત મહેનત કરી હતી. આ કારણે જ હાર્દિક પંડયાનું પુનરાગમન નક્કી જેવું મનાય છે.પસંદગીકારો ભારતીય બોલિંગ લાઈનઅપમાં પરિવર્તન કરે તેવી સંભાવના છે. ખાસ કરીને જ્યારે આગામી ટેસ્ટ શ્રેણી ભારતની ભૂમિ પર જ રમાવાની હોવાથી તેઓ ચાર સ્પિનરોને ટીમમાં સામેલ કરે તેવી સંભાવના છે. ચોથા સ્પિનર તરીકે ચહલને તક આપવામાં આવી શકે છે. અશ્વિન, જાડેજા અને કુલદીપનું સ્થાન તો નક્કી જ મનાય છે.

ફાસ્ટ બોલર્સમાં ઈન ફોર્મ જસપ્રીત બુમરાહની સાથે સાથે ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પણ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે ફેવરિટ છે. જોકે વિન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ ટીમમાં સામેલ ઉમેશ યાદવને પડતો મૂકીને એક વધારાના સ્પિનરને ટીમમા સમાવી લેવાય તેવી શક્યતા છે. ભુવનેશ્વર હજુ ફિટનેસ મેળવી શક્યો નથી અને આ કારણે તેને સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પણ તક નહી અપાય. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટેના દાવેદારોમાં અભિમન્યુ ઈશ્વરન તેમજ ગુજરાતનો પ્રિયાંક પંચાલ પણ સામેલ છે. બંને ઘરઆંગણાના ક્રિકેટનો બહોળો અનુભવ ધરાવે છે અને ઓપનર તરીકે પ્રભાવ પાડી ચૂક્યા છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર્સમાં નવદીપ સૈની તેમજ ખલીલ અહમદ અને સ્પિનર તરીકે એસ. નદીમ પણ ટીમમાં સરપ્રાઈઝ એન્ટ્રી મેળવી શકે છે.

Read Also

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ક્રિકેટરોને અજાણ્યા નંબરો પરથી આવ્યા વૉટ્સએપ મેસેજ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!