GSTV
Home » News » ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પૂણેમાં રમાનારી બીજી ટેસ્ટમાં વરસાદ બની શકે છે વિલન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પૂણેમાં રમાનારી બીજી ટેસ્ટમાં વરસાદ બની શકે છે વિલન

ક્રિકેટ ચાહકોને ગમે નહી તેવી આગાહી હવમાન વિભાગે કરી છે.હાલની સ્થિતિ પ્રમાણે જોવામાં આવે તો પૂણેમાં આગામી કેટલાક દિવસોમાં વાવાઝોડુ ફુંકાઈ શકે છે. સ્થિતિ જોતા લાગે છે કે, જો આ ટેસ્ટ સમય પર શરૂ થઈને સમય પર પુરી થશે તો એક ચમત્કાર હશે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સ્થાનિક આયોજકોનો દાવો છે કે, જો વરસાદ પડે તેવા સંજોગોમાં વરસાદ અટકતાની 20 મિનિટમાં મેચ શરૂ થઈ શકે છે. કારણકે આઉટફિલ્ડની નીચે રેતીનુ લેયર હોવાથી ગ્રાઉન્ડ તરત જ રમવા લાયક બની શકે છે.

જોકે વરસાદના કારણે મેચ ડ્રો થાય તો આઈસીસી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપના નવા નિયમો પ્રમાણે બંને ટીમને 13-13 પોઈન્ટ મળશે.જ્યારે જીતનાર ટીમને 40 પોઈન્ટ મળતા હોય છે.આમ દરેક મેચ મહત્વની હોય છે.હાલમાં તો પૂણેમાં તડકો છે પણ આગામી દિવસોમાં તોફાન સાથે વરસાદની આગાહી છે.પહેલા દિવસે વરસાદનુ વિઘ્ન નડી શકે છે.

દક્ષિણ આફ્રિકા વિશાખાપટ્ટનમમાં રમાયેલી પહેલી ટેસ્ટ ગુમાવી ચુક્યુ છે. હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશિપના રેન્કિંગમાં ભારત 160 પોઈન્ટ સાથે પહેલા, ન્યૂઝીલેન્ડ 60 પોઈન્ટ અને શ્રીલંકા 60 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ચોથા અને પાંચમા ક્રમે છે.

બે મેચની સિરિઝમાં પહેલા ટેસ્ટની જીત પર 60 પોઈન્ટ અપાય છે.

ત્રણ મેચની સિરિઝમાં જીત પર 40 પોઈન્ટ , ચાર ટેસ્ટની સિરિઝમાં 30, પાંચ ટેસ્ટની સિરિઝમાં 24 પોઈન્ટ અપાય છે.

ટાઈ અથવા પરિણામ ના આવે તો બંને ટીમને 30-30 પોઈન્ટ અથવા તો જીત પર મળનારા પોઈન્ટના અડધા અડધા પોઈન્ટ મળે છે.

મેચ ડ્રો થાય તો બંને ટીમને 20-20 પોઈન્ટ મળે છે. હાર બદલ કોઈ પોઈન્ટ અપાતો નથી.

Read Also

Related posts

સની દેઓલ સાથે થયો એટલો મોટો દગો કે ગુસ્સામાં ફાડી નાંખ્યુ જીન્સ, આ કારણે શાહરૂખને આજે પણ કરે છે નફરત

Bansari

Skin Care Tips : આ રીતે કરો ત્વચાની સંભાળ, રંગ ખીલશે અને ખીલ રહેશે દૂર

Mansi Patel

ભાજપ જેવી જ કોંગ્રેસની હાઈટેક ઓફિસ તૈયાર, રૂપિયા 200 કરોડનો થયો છે ખર્ચ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!