GSTV
Home » News » આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

સાઉથ આફ્રિકામાં રવિવારે બેંગલોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતને નવ વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની ટી-20 સીરીઝને 1-1થી ડ્રૉ કરી દીધી. સીરીઝની પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ હતી જ્યારે બીજી મેચ ભારતે સાત વિકેટે જીતી હતી.

આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના ઘટી. જ્યારે ચોથા ક્રમે બેટિંગ માટે ઋષભ પંત ને શ્રેયસ ઐય્યર બંને ઉભા થયા. હકીકતમાં બીજી વિકેટ રૂપે શિખર ધવન આઉટ થયો. વિરાટ કોહલી પોતે એક ક્રીઝ પર બેટિંગ કરી રહ્યો હતો. ગત કેટલીક મેચથી ઋષભ પંત ચોથા ક્રમે બેટિંગ કરી રહ્યો છે પરંતુ બેંગલોરમાં ઐય્યર પણ આ પોઝીશન પર ઉતરવા માટે તૈયાર થઇ ગયો હતો.

આખરે વિરાટ કોહલીને મેચ બાદ સ્પષ્ટતા આપવી પડી. તેણે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું, તે સમયે ગેરસમજણના કારણે એવું બન્યુ. ટીમ મેનેજમેન્ટ અને બંને ખેલાડીઓ વચ્ચે ગેરસમજણના કારણે બંને બેટ્સમેન મેદાન પર આવવા લાગ્યાં હતાં જે બાદ મે આ ગેરસમજણ દૂર કરી.

વિરાટે કહ્યું કે, હકીકતમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથ બંનેની વાત થઇ. અમે નિર્ણય લીધો હતો કે કઇ પરિસ્થિતીમાં કયો બેટ્સમેન પહેલા ઉતરશે. સૌથી મજેદાર વાત એ છે કે બંને બેટ્સમેન નંબર-4 પર બેટિંગ કરવા માટે આવવા ઇચ્છતા હતા.

કેપ્ટને કહ્યું કે, આ મેચ માટે અમારી રણનીતી કંઇક આ પ્રકારની હતી. અમે નિર્ણય લીધો હતો કે 10 ઓવર રમાઇ ગઇ હશે તો ઋષભ પંત બેટિંગ માટે ઉતરશે. તેની પહેલા વિકેટ ગુમાવી દીધી હશે તો ઐય્યર બેટિંગ માટે આવશે. પરંતુ બંને ખેલાડી કન્ફ્યુઝ થઇ ગયાં અને સમજી ન શક્યા કે કોણે પહેલાં બેટિંગ માટે ઉતરવાનું છે.

જણાવી દઇએ કે શિખર ધવન આઠમી ઓવરમાં આઉટ થઇ ગયો. તેવામાં વિરાટના પ્લાન અનુસાર શ્રેયસ ઐય્યરને બેટિંગ માટે આવવાનું હતુ પરંતુ પંતને મેદાન પર ઉતારવામાં આવ્યો. મહત્વનું છે કે ઋષભ પંચ નંબર-4 પર વારંવાર અસફળ થઇ રહ્યો છે, તેવામાં ઐય્યરને નંબર-4 પર ઉતારવાની માંગ ઉઠી રહી છે.

Read Also

Related posts

પાકિસ્તાનના રણતીડના ઝુંડનો છેલ્લા 4 દિવસથી હાહાકાર, કૃષિમંત્રી કચ્છ દોડ્યા

Nilesh Jethva

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!