GSTV
Cricket Sports Trending

શું વરસાદમાં ધોવાઈ જશે ભારત આફ્રિકા મેચ? જાણો કેવું રહેશે તિરુવનન્તપૂરમમાં હવામાન

ભારતીય ટીમના યજમાની હેઠળ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની ટી20 સીરિઝ રમાવા જઈ રહી છે. પહેલી મેચ આજે 28 સપ્ટેમ્બરે તિરુવનન્તપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે રમાવાની શરૂ થશે. મેચમાં ટોસ 6.30 વાગ્યે થશે. તમને જણાવી દઈએ કે ટી-20 વર્લ્ડ કપ પહેલા આયોજિત થનારી આ સિરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે. તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. હવે દક્ષિણ આફ્રિકાનો વારો છે.

નાગપુર ટી20 મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ પ્રથમ મેચ પર વરસાદનો ઓછાયો મંડાયેલો છે. આ મેચ તિરુવનંતપુરમમાં રમાવાની છે. અહીંના હવામાનની આગાહી મુજબ વરસાદ થવાની સંભાવના છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી ટી20 મેચ પણ ભારે વરસાદને ભેટે ચડી ગઈ હતી. વરસાદના કારણે નાગપુરની મેચ 8-8 ઓવરની કરવામાં આવી હતી. આ સમયે પણ ભારે વરસાદની સંભાવના હતી. પરંતુ આ વખતે મેચ તિરુવનંતપુરમમાં યોજાવાની છે અને આજે વરસાદની સંભાવના છે.

મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના

Accuweather મુજબ તિરુવનંતપુરમમાં દિવસ દરમિયાન લગભગ 51 ટકા અને ત્યારબાદ 25 ટકા વરસાદનું અનુમાન છે. જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આકાશમાં વાદળ છવાયેલા રહેશે. અને વચ્ચે-વચ્ચે ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે જો મેચ શરૂ થશે તો ચાલુ મેચમાં પણ હળવા વરસાદની સંભાવનાને કારણે જો મેચ શરૂ થાય છે તો તેને રોકવી પડી શકે છે. ફેન્સ માટે સારા સમાચાર એ છે કે સાંજે 7 વાગ્યા પછી વરસાદની સંભાવના 6 ટકાથી વધુ નથી. રાત્રે 9 વાગ્યા પછી વરસાદની શક્યતા 4 ટકાથી ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં આ મેચ પૂર્ણ થવાની પૂરી આશા છે.

બુધવારે (28 સપ્ટેમ્બર) તિરુવનંતપુરમમાં હવામાનની સ્થિતિ

મહત્તમ તાપમાન: 31 °C
લઘુત્તમ તાપમાન: 24 °C
વરસાદની સંભાવના: 25%
વાદળછાયું હવામાન: 53%
પવનની ઝડપ હશે: 37 કિમી/કલાક

T20 શ્રેણી માટે બંને દેશોની ટીમ

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, શાહબાઝ અહેમદ, અર્શદીપ સિંહ, ઉમેશ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રેઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્કિયા, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કગિસો રબાડા, રિલે રોસો, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, યોર્ન ફોર્ટ્યૂન, માર્કો યેનસન અને એ. ફેલુક્વાયો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV